ઇચ્છુક ઉમેદવારોએ જરૂરી દસ્તાવેજો સાથે તા.૦૬ જાન્યુઆરી, ૨૦૨૬ સુધીમાં અરજી કરવાની રહેશે
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ, જામનગર વિભાગની એપ્રેન્ટિસ ભરતીસત્ર માટે એપ્રેન્ટિસ ફિટરમાં શૈક્ષણિક લાયકાતમાં ધોરણ ૧૦ પાસ, આઇટીઆઈમાં ફિટર ટ્રેડ પાસ તેમજ વય મર્યાદા ૧૮થી ૩૩ વર્ષ, એપ્રેન્ટિસ ટર્નરમાં શૈક્ષણિક લાયકાતમાં ધોરણ ૧૦ પાસ, આઇટીઆઈમાં ટર્નર ટ્રેડ પાસ તેમજ વય મર્યાદા ૧૮થી ૩૩ વર્ષ, એપ્રેન્ટિસ ઇલેક્ટ્રિશ્યનમાં શૈક્ષણિક લાયકાતમાં ધોરણ ૧૦ પાસ(ગણિત અને વિજ્ઞાન વિષય સાથે) આઇટીઆઈમાં ઇલે.ટ્રેડ પાસ તેમજ વય મર્યાદા ૧૮થી ૩૩ વર્ષ, એપ્રેન્ટિસ વેલ્ડરમાં (ગેસ અને ઇલે.) શૈક્ષણિક લાયકાતમાં ધોરણ ૦૮ પાસ તેમજ આઇટીઆઈમાં વેલ્ડર(ગેસ અને ઇલે.) ટ્રેડ પાસ તેમજ વય મર્યાદા ૧૮થી ૩૩ વર્ષ,એપ્રેન્ટિસ મિકેનીકમાં શૈક્ષણિક લાયકાતમાં ધોરણ ૧૦ પાસ તેમજ આઇટીઆઈમાં મોટર મિકેનિક(વ્હીકલ) ટ્રેડ પાસ તેમજ વય મર્યાદા ૧૮થી ૩૩ વર્ષ તેમજ એપ્રેન્ટિસ ડીઝલ મિકેનીકમાં શૈક્ષણિક લાયકાતમાં ધોરણ ૧૦ પાસ તેમજ આઇટીઆઈમાં મિકેનિક ડીઝલ ટ્રેડ પાસ તેમજ વય મર્યાદા ૧૮થી ૩૩ વર્ષની રહેશે. તેમજ તાલીમ મુદત ૧ વર્ષની રહેશે.
એપ્રેન્ટિસ ભરતી માટેના નિયત અરજીપત્રકો તા.૦૫/૦૧/૨૦૨૬ના સવારે ૧૧ થી ૧૪ કલાક દરમ્યાન મહેકમ શાખા, વિભાગીય નિયામકશ્રીની કચેરી, કાલાવડ નાકા બહાર, એસ. ટી જામનગર ખાતે રૂબરૂ મેળવી તા.૦૬/૦૧/૨૦૨૬ના રોજ જમા કરાવવાના રહેશે.
અરજીપત્રક સાથે ઉમેદવારોએ તાજેતરની પાસપોર્ટ સાઈઝનો ફોટો, સ્કૂલ લિવિંગ સર્ટીફીકેટની પ્રમાણિત નકલ, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ (ધો.૧૦/૧૨), આઈ.ટી.આઈ પાસની તમામ માર્કશીટવને સર્ટીફીકેટની પ્રમાણિત નકલ, જાતિ અંગેનો સક્ષમ અધિકારીના દાખલાની પ્રમાણિત નકલ, આધારકાર્ડની પ્રમાણિત નકલ, આધારકાર્ડ સિવાય (ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ) પ્રમાણિત નકલ, ઓનલાઈન એપ્રેન્ટિસ પોર્ટલ https:www.apprenticeshipindia.gov.in માં રજિસ્ટ્રેશન કરી આધારકાર્ડ વેરીફાઈ કરી, એસ.બી.આઈ.બેન્ક એકાઉન્ટ ઉમેરી, ૧૦૦% પ્રોફાઈલ પૂર્ણ કરી તેનો એપ્રે. રજિસ્ટ્રેશન નંબર (ઇ.મેઇલ આઈ.ડી) અને એપ્રેન્ટિસ પ્રોફાઇલની નકલ સહિતના જરૂરી દસ્તાવેજો બે નકલમાં લાવવાના રહેશે.
ઉપરાંત, તમામ અસલ માર્કશીટ/ પ્રમાણપત્રો સાથે રાખી તા.૦૬/૦૧/૨૦૨૬ સુધીમાં જ તેની રૂબરૂ ચકાસણી કરાવી ભરાયેલ અરજીપત્રકો સ્વીકારવામાં આવશે. તેમજ વયમર્યાદા તા.૦૬/૦૧/૨૦૨૬ સુધી ગણવામાં આવશે. તેમજ અગાઉ કોઈ સંસ્થાઓમાં જે તે ટ્રેડમાં તાલીમ મેળવી હોય તેવા ઉમેદવારો અરજીપત્રકો ભરવા નહીં. તેમજ એપ્રેન્ટિસ તરીકે તાલીમ મેળવેલ હોય તેવા ઉમેદવારો ભવિષ્યમાં એસ.ટી સંસ્થામાં સમાવવા અંગે કોઈ ખાતરી આપવામાં આવતી નથી તેમ વિભાગીય નિયામકશ્રી, એસ.ટી.જામનગરની યાદીમાં જણાવાયું છે.