વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. બાદમાં બન્ને નેતાઓએ મીડિયા સાથે વાત કરી હતી. જોકે, આ સમયે બન્ને નેતા વચ્ચે ગૌતમ અદાણી વિશે કોઈ વાત થઈ નહોતી. બાદમાં મીડિયાએ પીએમ મોદીને પૂછ્યું કે શું રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની મુલાકાતમાં ગૌતમ અદાણીના કેસ પર કોઈ ચર્ચા થઈ હતી. આ અંગે તેમણે કહ્યું કે આવા અંગત બાબતો માટે બંને દેશોના વડાઓ ન તો મળે છે, ન બેસે છે, ન તો વાત કરે છે.
શું છે ગૌતમ અદાણીનો મામલો
અદાણીની કંપની પર ભારતમાં સોલાર રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ અન્યાયી માધ્યમથી હસ્તગત કરવાનો આરોપ છે. આ માટે, સરકારી અધિકારીઓને 250 મિલિયન ડોલર એટલે કે લગભગ 2,029 કરોડ રૂપિયાની લાંચ આપવાની યોજના બનાવવામાં આવી હતી. આ ઉપરાંત, અમેરિકન રોકાણકારો અને બેંકોને ખોટું બોલીને પૈસા એકઠા કરવામાં આવ્યા હતા.
ગઈકાલે નરેન્દ્ર મોદી મસ્ક, રામાસ્વામી અને અમેરિકન NSAને મળ્યા હતા
પીએમ મોદીની દ્વિપક્ષીય વાતચીત ગુરુવારે રાત્રે લગભગ 9 વાગ્યે (ભારતીય સમય) શરૂ થઈ હતી. સૌ પ્રથમ તેઓ યુએસ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) માઇક વોલ્ટ્ઝને મળ્યા હતા. આ બેઠકમાં ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર અને એનએસએ અજિત ડોભાલ પણ હાજર હતા. આ પછી ઇલોન મસ્ક પીએમ મોદીને મળવા આવ્યા હતા. મસ્કે તેમના પરિવાર સાથે બ્લેર હાઉસની મુલાકાત લીધી હતી.
મસ્કે પીએમ મોદીને ભેટ તરીકે એક સ્મૃતિચિહ્ન આપ્યું
મસ્કે પીએમ મોદીને ભેટ તરીકે એક સ્મૃતિચિહ્ન આપ્યું હતું. બંને વચ્ચે લગભગ એક કલાક વાતચીત થઈ હતી. આ પછી, પીએમ મોદી ભારતીય મૂળના ઉદ્યોગપતિ વિવેક રામાસ્વામી સાથે લગભગ અડધા કલાક સુધી મળ્યા હતા. મુલાકાત પછી, રામાસ્વામીએ કહ્યું કે, પીએમ મોદીનું સ્વાગત કરવું તેમના માટે સન્માનની વાત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્યમાં ગરમીમાં આંશિક રાહત, રાજકોટ 41.7 ડિગ્રી સાથે સૌથી ગરમ
April 20, 2025 11:49 PM5 વર્ષમાં 1500%થી વધુ વળતર, આ મલ્ટિબેગર સ્ટોકે બનાવી દીધા લખપતિ, જાણો હવે ક્યાં પહોંચી કિંમત
April 20, 2025 11:47 PMજમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં ગુજરાતના પ્રવાસીઓ ફસાયા, રાજ્ય સરકારે તાત્કાલિક મદદ મોકલી
April 20, 2025 11:46 PMIPL 2025: મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું, રોહિત-સૂર્યાની જોરદાર બેટિંગ
April 20, 2025 11:44 PMગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech