મુખ્ય માર્ગેા ઉપર થર્મેાપ્લાસ્ટથી રોડ માકિગ કરવાની દરખાસ્ત ફગાવતા જયમીન ઠાકર: નવેસરથી ઝોનવાઇઝ અલગ અલગ ટેન્ડર કરવા આદેશ: પેઇન્ટ ઝાંખો પડે કે તુરતં નવેસરથી પેઇન્ટ કરવા સહિતની મેન્ટેનન્સની શરતો સાથે કામ આપવા સુચના
રાજકોટ મહાપાલિકામાં આજે ચેરમેન જયમીનભાઇ ઠાકરના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં શહેરના મુખ્ય માર્ગેા ઉપર થર્મેાપ્લાસ્ટથી રોડ માકિગ કરવા માટે .૧ કરોડ, ૭ લાખ, ૯૯ હજાર, ૬૯૦ના ખર્ચે વિનાયક એજન્સી–અમદાવાદને કોન્ટ્રાકટ આપવાની દરખાસ્ત રજુ કરાઇ હતી, દરમિયાન ચેરમેન ઠાકરએ આ દરખાસ્તનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરી અધિકારીઓ અને ઇજનેરો સાથે ચર્ચા–વિચારણા કરતા એવું માલુમ પડું હતું કે દોઢ વર્ષ પૂર્વે કરાયેલી ટેન્ડર પ્રક્રિયા બાદ છેક હવે સ્ટેન્ડિંગ કમિટિ સમક્ષ દરખાસ્ત રજુ કરવામાં આવી હતી, મામલો શંકાસ્પદ જણાતા તેમજ રોડ માકિગની ગુણવત્તા નબળી રહેતી હોય નવી શરતો ઉમેરી તેમજ ઓપરેશન અને મેન્ટેનન્સ સાથે ઝોનવાઇઝ ટેન્ડર કરવા ચેરમેનએ આદેશ કર્યેા હતો. આથી હવે ટૂંક સમયમાં આ કામે રિટેન્ડર કરવામાં આવશે.
વિશેષમાં સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકરએ જણાવ્યું હતું કે રોડ માકિગનો કોન્ટ્રાકટ આપ્યા બાદ યોગ્ય મોનિટરિંગ થતું ન હોય એક વખત માકિગ થયા બાદ પાંચ છ મહિના વિતે કે તુરતં તે માકિગ ઝાંખું પડી જતું હોય છે અને ઝાંખું પડેલું માકિગ ફરીથી દુરસ્ત કરાતું નથી મતલબ કે મેન્ટેનન્સ કરાતું નથી. મુખ્ય માર્ગેા ઉપરાંત શેરીઓમાં આવેલા સ્પીડ બ્રેકર્સ ઉપર પણ માકિગ કરવા તેમણે આદેશ કર્યેા હતો. માકિગના અભાવે સ્પીડમાં આવતા વાહનોને કયારે સ્પીડ બ્રેકર આવી જાય તેનો ખ્યાલ રહેતો નથી અને નજીક આવ્યા બાદ ખ્યાલ આવે ત્યારે વાહન ઉછળે છે અથવા તો એકાએક બ્રેક લગાવવી પડે છે. આવું ન બને તે માટે હવે મુખ્ય માર્ગેા તેમજ શેરીઓમાં આવેલા તમામ સ્પીડ બ્રેકર્સ ઉપર માકિગ કરવા તેમજ માકિગ ઝાંખું પડે કે તુરતં જ રિ–માકિગ થાય તે માટે મેન્ટેનન્સની જરી શરતો ઉમેરીને કામ આપવા આદેશ કર્યેા હતો. સમગ્ર શહેરનું કામ એક જ એજન્સીને આપવામાં આવે તો એજન્સી પહોંચી શકે નહીં અથવા તો કામ વિલંબથી થાય તેવું બનતું હોય છે, આથી ત્રણેય ઝોનમાં અલગ અલગ ટેન્ડર કરવા પણ હત્પકમ કરાયો હતો. એકંદરે રોડ માકિગને ધસારો લાગતા ભૂંસાઇ જાય તે સાથે જ નવેસરથી માકિગ શ થઇ જાય તે રીતે મેટ્રો સિટીમાં હોય છે તેવું મેન્ટેનન્સ કરવા ચેરમેનએ અધિકારીઓ અને ઇજનેરોને જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે આજરોજ રોડ માકિગ માટે રજૂ થયેલા ટેન્ડરમાં વિનાયક એજન્સીનું ટેન્ડર આવ્યું હતું જેમાં ૨૮ ટકા ડાઉન ભાવથી ઓફર રજુ કરાઇ હતી. હવે આગામી દિવસોમાં ટૂંક સમયમાં આ કામે ઝોનવાઇઝ ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જીલ્લાના વિવિધ ગામોની મુલાકાત લઇ લોકો સાથે સંવાદ કર્યો
February 24, 2025 04:19 PMબાંગ્લાદેશમાં ટોળાએ એરબેઝ પર કર્યો હુમલો, સૈનિકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કરતા એકનું મોત, અનેક ઘાયલ
February 24, 2025 03:55 PMડેંગ્યુ, ટાઇફોઇડ, કમળો સહિતના ૧૯૪૬ કેસ; તાવથી બાળકનું મૃત્યુ
February 24, 2025 03:48 PMજેતપુર–રાજકોટ સિકસલેન રોડના કામમાં યોગ્ય ડાયવર્ઝનના અભાવે દિવસભર ટ્રાફિકજામ
February 24, 2025 03:46 PMખોદકામ કરી છ માસથી રસ્તા કામ રઝળાવ્યું લતાવાસીનું ટોળું મહાપાલિકામાં ધસી આવ્યું
February 24, 2025 03:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech