ગિરનારની ગોદમાં વિધિવત પરિક્રમા શ થાય તેના દોઢ દિવસ પૂર્વે શ થયેલ લીલી પરિક્રમા અંતિમ ચરણમાં પહોંચી છે.પરિક્રમાના પ્રથમ પડાવ ઝીણા બાવાની મઢી ખાતે જુજ ભાવિકો જ પ્રવેશ કરી રહ્યા છે.જેથી વન વિભાગ દ્રારા તે વિસ્તારમાં સફાઈ અભિયાન પણ શ કરવામાં આવ્યું છે. પરિક્રમા ના અંતિમ પડાવ બોરદેવી ખાતે વધુ ભાવિકો જોવા મળી રહ્યા છે. સંભવત આજે સાંજ સુધીમાં પરિક્રમા પૂર્ણતાના આરે પહોંચી જશે.જંગલ વિસ્તારમાં એકલદોકલ ભાવિકોની ચહલ પહલ થી આ વર્ષે ગત વર્ષ કરતા ભાવિકોની સંખ્યામાં ૫૦ ટકાનો ઘટાડો થવાની શકયતા સેવાઈ રહી છે.
ભજન, ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમ સમા ગિરનારની લીલી પરિક્રમા અગિયારસ ની મધરાત્રિના બદલે દોઢ દિવસ પૂર્વે સોમવારે સવારે ૬ વાગ્યાથી શ કરવામાં આવી હતી.વહેલા ગેટ ખોલવાથી પરિક્રમાથીઓ જંગલમાં વહેલા પ્રવેશ કરી પરિક્રમા ઉતાવળે આટોપવા માંડા છે. હજુ તો મંગળવારે મધરાત્રે વિધિવત પરિક્રમાનો પ્રારભં કરવામાં આવ્યો પરંતુ તળેટી વિસ્તારમાં ભાવિકોનો પ્રવાહ ઓછો જોવા મળી રહ્યો છે. પરિક્રમાના પ્રથમ પડાવ ઝીણા બાવાની મઢી ખાતે પણ જુજ ભાવિક જોવા મળી રહ્યા છે. જેથી તત્રં દ્રારા તે વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધયુ છે અને તે વિસ્તારમાં રહેલ અન્ન ક્ષેત્ર દ્રારા પણ સમીયાણા કાઢવાની તૈયારી શ કરવામાં આવી છે. જીણાબાવાની મઢી અને નળ પાણીની ઘોડી સહિતના વિસ્તારમાં પણ માનવ મહેરામણના બદલે ખૂબ જ ઓછી સંખ્યામાં ભાવિકો પહોંચી રહ્યા છે.તળેટીમાં પરિક્રમાના અંતિમ પડાવ બોરદેવી ખાતે વધુ ભાવિકો જોવા મળી રહ્યા છે અને તે વિસ્તારના અન્ન ક્ષેત્રમાં અને રાવટી પાસે ભાવિકોનો પ્રવાહ પ્રસાદ અને જાતે રસોઈ બનાવતા જોવા મળી રહ્યો છે બાકીના અન્ય પડાવમાં ગત વર્ષ કરતા પણ અડધો અડધ ભાવિકોની સંખ્યા ઓછી જોવા મળી રહી છે.તત્રં દ્રારા વિધિવત પરિક્રમા મંગળવારે રાત્રે શ કરવામાં આવી.પરંતુ ગઈકાલે બુધવારે જ પરિક્રમાના ટ પર જોઈએ તેટલો ભાવિકોનો પ્રવાહ થયો નથી.વન વિભાગના અનુમાન મુજબ આ વર્ષે ખેતીની સિઝન, પાક ખરીદી તથા પ્લાસ્ટિક નિયમન મામલે કડક અમલવારી સહિતના કારણોથી પરિક્રમામાં દર વર્ષ કરતા અંદાજિત ૫૦ ટકા ભાવિકોની સંખ્યામાં ઘટ રહેશે તેવું અનુમાન સેવવામાં આવી રહ્યું છે. ગત વર્ષે તો પરિક્રમામાં ૧૩ લાખથી વધુ ભાવિકો પહોંચ્યા હતા. પરંતુ આ વર્ષે તે સંખ્યા મા ૪૦ થી૫૦ ટકાનો ઘટાડો થવાથી આ વખતે સામાન્ય કરતાં પણ એક દિવસ પૂર્વે જ પરિક્રમા પૂર્ણ થવાનો અંદાજ સેવાઈ રહ્યો છે. નળ પાણીની ઘોડી ખાતે અગાઉ બે કલાક દરમિયાન ૪૦ થી ૫૦ હજાર ભાવિકો પહોંચી રહ્યા હતા જે હવે બે કલાકના સમયગાળામાં બે થી ત્રણ હજાર હાજર થઈ રહ્યા છે જેથી જ પરિક્રમા અંતિમ ચરણ તરફ પહોંચી રહી છે. અને વિધિવત પરિક્રમા પૂર્ણ થાય તેના એક દિવસ પૂર્વે જ પૂર્ણ થવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. આજે સાંજથી તો સંભવત પરિક્રમાના પ્રથમ બે પડાવ પર ભાવિકોની ઓછી હાજરીના કારણે અમુક અન્ન ક્ષેત્રના સંચાલકો રસોડા આટોપવા મંડા છે. અને બોરદેવી થી તળેટી વિસ્તારમાં ભાવિકોનો પ્રવાહ પહોંચી રહ્યો છે
ભાવિકોનો ઉપરકોટ, સક્કરબાગ તરફ ધસારો
પરિક્રમા પૂર્ણ થયા બાદ ગિરનાર પર્વત પર અને દામોદર કુંડ ખાતે લોકોનો પ્રવાહ પહોંચી રહ્યો છે તો આ ઉપરાંત શહેરના ઉપરકોટ, સકકરબાગ, સ્વામિનારાયણ મંદિર, અશોક શિલાલેખ, રોપવે સહિતના સ્થળોએ પ્રવાસીઓ મુલાકાત લેવા પહોંચી રહ્યા છે.જેથી રીક્ષાઓ અને એસટી બસમાં ભીડ જોવા મળી રહી છે. ભવનાથ થી બસ સ્ટેન્ડ તરફ ચાલતી મીની બસમાં જવા લોકોની કતાર લાગી રહી છે.
છેલ્લા ચાર વર્ષ દરમિયાન ગિરનાર પરિક્રમાના ભાવિકોની સંખ્યા
ગિરનાર પરિક્રમામાં આ વર્ષે ગત વર્ષ કરતા ૪૦ ટકા ભાવિકો ઓછા નોંધાવવાની શકયતા છે. પરિક્રમા અંતિમ ચરણમાં પહોંચી છે ત્યારે હજુ આજે સવાર સુધીમાં ૬.૫૦ લાખ ભાવિકોએ નળ પાણીની ઘોડી વટાવી તળેટી તરફ પ્રયાણ કયુ છે. હવે જંગલમાં માત્ર અડધો લાખ ભાવિકો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જેથી છેલ્લ ા ચાર વર્ષની સરખામણીએ આ વર્ષે સૌથી ઓછો ભાવિકો આવ્યા હોવાનું અંદાજ લગાવાઇ રહ્યો છે. છેલ્લા ચાર વર્ષના પરિક્રમાથીઓના આંકડા તરફ નજર કરીએ તો વર્ષ ૨૦૧૮ માં ૭, ૬૭, ૨૦૦, ૨૦૧૯માં ૮, ૦૨, ૩૫૦, ૨૦૨૨મા ૮,૬૭,૬૨૫,૨૦૨૩ ના ગત વર્ષે સૌથી વધુ ૧૩.૨૫ લાખ ભાવિકો નોંધાયા હતા. આ વર્ષે ગત વર્ષની સરખામણીએ ૪૦ ટકા ભાવિકો ઓછા આવનાર હોવાનું અંદાજ લગાવાઇ રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech