દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના સંક્રમણ ફેલાવતા બેજવાબદાર તત્વો સામે પોલીસ તંત્રની લાલ આંખ

  • April 12, 2021 08:51 PM 

બે દિવસ દરમિયાન 29 ફરિયાદ નોંધાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે જિલ્લા કલેકટર દ્વારા ચોક્કસ પ્રતિબંધો સાથેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે અંગેનો અનાદર કરવા બદલ બે દિવસ દરમિયાન કુલ 29 ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ છે.

ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ ઉપર ઇકો મોટરકારમાં સાત મુસાફર કરવા બદલ સિક્કાના ફિરોજ જુનસ સંઘાર, અન્ય એક ફરિયાદમાં માડી ગામના વિપુલ પરસોતમભાઈ મથર, અને સોડસલા ગામના રામ અમરાભાઇ જામપા સામે ખંભાળિયા પોલીસમાં જ્યારે માસ્ક વગર નીકળવા સબબ અબ્દુલ ગુલામ શેખ, જુનસ ઇબ્રાહિમ લંઘા નામના બે શખ્સો સામે સલાયા મરીન પોલીસે તેમજ મહિન્દ્રા પીકઅપ વાનમાં નવ મુસાફરો ભરવા સબબ વાડીનાર મરીન પોલીસે અકબર જુનસ મોડા સામે કલમ 188 મુજબ ગુનો નોંધ્યો છે.

આ ઉપરાંત દ્વારકામાં રિક્ષામાં વધુ મુસાફરો ભરી, નિકળવા બદલ લાખાભા ગજુભા સુમણીયા, વરવાળા ગામના અશોક રાણા ચાનપા અને ગોગન દેવાભાઈ ધાનાણી સામે તેમજ ટ્યુશન ક્લાસીસમાં મેળાવડા જેવું કરવા બદલ રશ્મિબેન ખટાઉભાઈ ગોરી સામે દ્વારકા પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો.

કલ્યાણપુરના રાવલ ગામે દુકાનમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ રામભાઈ રણમલ ભાઈ વાઘેલા અને ગઢકા ગામના જીતેન્દ્રભાઈ જેસાભાઈ કછટીયા સામે, તથા રાવલ ગામના હરદાસ ભીખાભાઈ વાઘેલા, પ્રતાપભાઈ બાલકદાસ નિમાવત, રોનક લલીતભાઈ ગોકાણી, અને ભોગાત ગામમના દેશુર નારણભાઈ કંડોરીયા નામના કુલ છ શખ્સો સામે કલ્યાણપુર પોલીસમાં ગુનો નોંધાયો છે.

આ જ રીતે આરંભડા ગામના પ્રતાપ ભીખુભાઈ મકવાણા, ગઢેચી ગામના જસરાજભા વીરાભા માણેક, અબ્દુલ કાદર ઈબ્રાહીમ ભુસર, અકબર મુસાભાઈ સુરાણી, નાયાભા લાખાભા માણેક, અને દિનેશ પ્રેમજીભાઈ કંસારા નામના કુલ છ શખ્સોએ પોતાના વાહનમાં વધુ પડતા મુસાફરોની હેરફેર કરી જાહેરનામાનો ભંગ કર્યો હતો. જે અંગે મીઠાપુર પોલીસે ગુનો નોંધ્યો છે.

ભાણવડ પોલીસે વેજાભાઈ દેવાભાઈ કારાવદરા, કિરણ અરજણભાઈ મોરી અને અરવિંદભાઈ નારણભાઈ પાથર સામે જાહેરનામા ભંગ અંગેની કાર્યવાહી કરી છે.

ઓખા પોલીસે કાના બટુકભાઈ સોલંકી અને દિલીપ રામભજન રાઉત (રહે. મૂળ બિહાર) નામના શખ્સને ઝડપી લઇ, આ બન્નેએ માસ્કનો દંડ ભરવાની ના કહેતા તેમજ કાદર હુસેન ગુઢાણી, અને આરંભડાના સુભાષ ભિખાભાઈ કોળી નામના શખ્સો સામે પણ ઓખા મરીન પોલીસ દ્વારા મસ્ક અંગેની કલમ 188 મુજબ જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS