રાજકોટ એરપોર્ટથી ફલાઇટો મોડી પડતા એરલાઇન્સ સામે લાલ આંખ:રિપોર્ટ તૈયાર

  • July 26, 2024 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ એરપોર્ટ પરથી ઉડાન ભરતી ફ્લાઈટ નિયમિત રીતે લગાતાર મોડી પડી રહી છે. તેની અસર હવાઈ મુસાફરી કરતા મુસાફરો પર પડી રહી છે. હવે આ બાબતે એરપોર્ટ ઓથોરિટી એ પણ આંખ લાલ કરી એરલાઇન્સનો રિપોર્ટ એવીએશન વિભાગને મોકલવા માટેની તજવીજ હાથ ધરી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
હાલમાં રાજકોટ હીરાસર એરપોર્ટ પરથી મુંબઈ, દિલ્હી, બેંગ્લોર ગોવા સહિત નિયમિત રીતે 11 જેટલી ફ્લાઈટ ડેઇલી ઉડાન ભરે છે. જેમાં ક્યારેક હવામાન ખરાબ હોવાથી ફ્લાઈટ ઓપરેશનમાં અડચણ આવતી હોય છે પરંતુ છેલ્લા એક મહિનાથી રાજકોટ એરપોર્ટ પરથી ખાસ કરીને દિલ્હી અને મુંબઈની ફ્લાઈટ લેટ હોવાનો સીલસીલો યથાવત રહ્યો છે. જેમાં એરલાઇન્સ દ્વારા ઓપરેશનલ કારણ સામે મૂકીને ફ્લાઈટ વીસ મિનિટથી લઈને દોઢ કલાક સુધી મોડી હોય છે.
આ મહિનામાં પણ રાજકોટ એરપોર્ટ થી દરરોજની બે થી ત્રણ ફ્લાઈટ ઉડાન ભરવામાં વિલંબ કરી રહી હોવાનું સામે આવ્યું છે હજુ આજે પણ ઓપરેશનલ રિજન હેઠળ સવારની 9.05મિનિટની ઈન્ડિગોની મુંબઈની ફ્લાઈટ 30 મિનિટ મોડી પડી હતી. જુલાઈ મહિનામાં તો આ સિલસિલો યથાવત રહ્યો છે. જેના કારણે ફ્લાઈટમાં મુસાફરી કરતા પેસેન્જર માટે જાણે કે ટ્રેનમાં જ મુસાફરી કરી રહ્યા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. ફ્લાઈટની અનિયમિતતા ના પગલે રાજકોટ થી મુંબઈ અને દિલ્હી એરપોર્ટ થી લીધેલી ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી પણ ખોરવાઈ જાય છે ઘણી વખત પેસેન્જર્સને તેમની ઇન્ટરનેશનલ ફલાઈટ ગુમાવવાનો વારો આવે છે.
આ અંગે એરલાઇન્સ કંપ્નીઓને ઓથોરિટી અનેક વખત સુચના પણ આપી છે પરંતુ એ લાઇન્સ કંપ્નીઓ ઓથોરિટીની આ સૂચનાને ધોળીને પી જતી હોય તેમ હમ નહીં સુધરેંગેની જેમ ફલાઇટ ડીલે થાય તો પણ કઈ રિએક્શન ન હોવાથી હવે ઓથોરિટીએ કંટાળીને આ બાબતે એક્શન લેવાનો મૂડ બનાવી લીધો હોય તેમ એરલાઇન્સ કંપ્નીઓના આ વલણ અંગે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સમક્ષ એક રિપોર્ટ મોકલવા માટેની કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવ્યું છે. આ વર્ષે માત્ર મે મહિનામાં જ રાજકોટ ઉપરાંત દેશભરમાં 11 લાખ મુસાફરો ફ્લાઈટ મોડી પડવાથી પ્રભાવિત થયા હતા. તાજેતરમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા અપાયેલી માહિતી અનુસાર મે મહિનામાં 11 લાખ જેટલા મુસાફરો વિવિધ કારણોસર ફ્લાઇટ મોડી થવાથી અટવાયા હતા. દર વર્ષે હવાઈ સેવામાં પેસેન્જર ફ્લાઇટ મોડી હોવાથી અટવાયા હોવાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.


પાંચ દિવસથી મુંબઈ અને દિલ્હીની લાઈટ મોડી પડે છે
રાજકોટ એરપોર્ટ માટે ભૂતકાળ બની ગયેલી સ્પાઈસ જેટની જેમ હવે ઈન્ડીગો એરલાઇન્સે પણ અનિયમિતતા નું સૂત્ર બનાવી લીધું હોય તેમ છેલ્લા પાંચ દિવસથી લગાતાર તેમની મુંબઈ અને દિલ્હીની લાઈટ લેઈટ હોય છે. ગઈકાલે બપોરે ઈન્ડિગોની ૧૨.૨૦ની મુંબઈની લાઈટ અઢી કલાક મોડી હતી જે બપોરે ૨.૦૫ મિનિટ ટેકઓફ થઈ હતી. યારે આજની સવારની ૦૯–૦૫ મિનિટની લાઈટ ૯.૩૫ મિનિટે મુંબઈ માટે રવાના થઈ હતી. આ બંને લાઈટ મોડી પડવાનું કારણ માત્ર ઓપરેશનલ રિજન જ આપવામાં આવ્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application