કલ્‍યાણપુર તાલુકામાં ચાલતા મધ્‍યાહન ભોજન યોજનાના સંચાલક-કમ-કુકની જગ્‍યા માટે ભરતી

  • July 07, 2021 09:40 AM 

દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના કલ્‍યાણપુર તાલુકાની શાળાઓમાં મધ્‍યાહન ભોજન યોજનાના ખાલી કેન્‍દ્રો ઉપર સંચાલક-કમ-કુકની ભરતી કરવાની છે. જેમાં 20 થી 60 વર્ષના એસ.એસ.સી. પાસ સ્‍થાનિક લોકો પાસેથી અરજી મંગાવવામાં આવી છે. આ માટે ઈચ્‍છુક વ્‍યક્તિઓએ કલ્યાણપુરની મામલતદાર કચેરી ખાતેથી અરજી ફોર્મ મેળવી, અરજી સાથે શૈક્ષણિક લાયકાતના સર્ટીફીકેટની નકલ, આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, રેશનકાર્ડન, બેંક પાસબુકની નકલ, જાતિના પ્રમાણપત્રની નકલ, શાળા છોડયાના પ્રમાણપત્રની નકલ તથા પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફસ સાથે તા. ૧૫ જુલાઈ સુધીમાં અરજી જમા કરાવવાની રહેશે.

કલ્‍યાણપુર તાલુકાના કેન્‍દ્રો (૧) બાંકોડી વાળી શાળા-૧ (ર) બાંકોડી વાળી શાળા-ર (૩) બાંકોડી વાળી શાળા-૩ (૪) ગણેશગઢ પ્રા.શાળા (પ) હડમતીયા વાડી શાળા (૬) કેનેડી કન્‍યાશાળા (૭) કેનેડી વાડી શાળા-૧ (૮) હનુમાનગઢ વાડી શાળા (૯) કેશુપુર પ્રા.શાળા (૧૦) બામણાસા પ્રા.શાળા (૧૧) બામણાસા વાડી શાળા (૧૨) ચંદ્રાવાડી પાથર વા.શાળા-૩ (૧૩) સુઇનેશ પ્રા.શાળા (૧૪) ચપર પ્રા.શાળા (૧૫) ચુર પ્રા.શાળા (૧૬) કનકપર વા.શાળા (૧૭) કાનપર શેરડી પ્રા.શાળા (૧૮) ચાચલાણા વા.શાળા (૧૯) દેવળીયા વા.શાળા-૧ (ર૦) દેવળીયા વા.શાળા-૩ (૨૧) સતાપર પ્રા.શાળા (૨૨) સતાપર વાડી શાળા-૧ (૨૩) સતાપર વાડી શાળા-૨ (૨૪) ગઢકા તાલુકા શાળા (૨૫) મેઘપર ટીટોડી વાડી શાળા-ર (૨૬) કલ્‍યાણપુર તાલુકા શાળા (૨૭) કલ્‍યાણપુર વાડી શાળા-૧ (ર૮) ગોરાણા વા.શાળા (૨૯) રાવલ તાલુકા શાળા-૧ (૩૦) રાવલ તાલુકા શાળા-૨ (૩૧) ગાંધવી વાડી શાળા-૨ (૩૨) ગાંગડી વાડી શાળા-૨ (૩૩) લાંબા વા. શાળા-૨ (૩૪) લાંબા વા. શાળા-૩ (૩૫) લાંબા વા.શાળા-૪ (૩૬) નાવદ્રા વા.શાળા-૨ (૩૭) નાવદ્રા વા.શાળા-૨ (૩૮) ધતુરીયા વા.શાળા (૩૯) નગડીયા વા.શાળા-૧ (૪૦) નગડીયા વા.શાળા-ર (૪૧) નંદાણા વા.શાળા-૧ (૪૨) નંદાણા વા.શાળા-ર (૪૩) પીંડારા વા.શાળા (૪૪) ફગાશ વા.શાળા-પટેલકા (૪૫) જેપુર પ્રા.શાળા (૪૬) પ્રેમસર પ્રા.શાળા (૪૭) સણોસરી વા.શાળા (૪૮) મણીપુર હાબરડી પ્રા.શાળા (૪૯) મેવાસા વા.શાળા (૫૦) મોટા આસોટા કુમાર શાળા (૫૧) મોટા આસોટા વા.શાળા-૧ (૫૨) મોટા આસોટા વા.શાળા-૨ (૫૩) રાજપરા વા.શાળા (૫૪) દેવળીયા વા.શાળા-૫ (૫૫) કલ્‍યાણપુર વા.શાળા-૪ (૫૬) મણીપુર હાબરડી વા.શાળા-૨ (૫૭) લાંબા વાડી શાળા-૬ (૫૮) મણીપુર હાબરડી વા.શાળા-૩ (૫૯) જુવાનપુર કન્‍યા શાળા (૬૦) ભોગાત વાડી શાળા-૩ (૬૧) ધતુરીયા વા.શાળા-૩ (૬૨) લાંબા વાડી શાળા-૮ (૬૩) મોટા આસોટા કન્‍યા શાળા (૬૪) બાંકોડી વા.શાળા-૪ (૬૫) લાંબા મારીયા વા.શાળા-૯ (૬૬) પટેલકા કરાર વા.શાળા (૬૭) ચંદ્રાવાડા લીલવા વા.શાળા-૧ (૬૮) નાવદ્રા વા.શાળા-૩ (૬૯) બરછા વા. શાળા-પટેલકા (૭૦) નંદાણા વા.શાળા-૪ (૭૧) મોટા આસોટા વા.શાળા-૫ (૭૨) પીંડારા આશાપુરા ડેમ વાડી શાળા (૭૩) પીંડારા કંડોર વા.શાળા (૭૪) દેવળીયા વા.શાળા-૪ (૭૫) રાજપરા વા.શાળા-૩ (૭૬) ભોગાત વા.શાળા-ર (૭૭) ચાચલાણા વા.શાળા-ર (૭૮) કાનપર શેરડી વા.શાળા-૧ (૭૯) રાજપરા વા.શાળા-૨ (૮૦) ડાંગરવડ વા.શાળા-ર (૮૧) ચંદ્રાવાડા લીલવા વા.શાળા-ર (૮૨) ચંદ્રાવાડા વા.શાળા-૩ (૮૩) મોટા આસોટા વા.શાળા (૮૪) નંદાણા વા.શાળા-૫ (૮૫) ખીરસરા વા.શાળા-૧ (૮૬) કેનેડી વા.શાળા (૮૭) રાજપરા નવાપરા પ્રા.શાળા (૮૮) દુધીયા વા.શાળા-૧ (૮૯) દુધીયા વા.શાળા-૨ (૯૦) ધતુરીયા વા.શાળા- ર.

ક્રમ નં.૧ થી ૪૫ માટે અરજી કરતા ઉમેદવારોએ રૂબરૂ મુલાકાત માટે તા.૨૬ જુલાઇના રોજ તથા ક્રમ નં. ૪૬ થી ૯૦ માટે અરજી કરનાર ઉમેદવારોએ રૂબરૂ મુલાકાત માટે તા.૨૭ જુલાઈના રોજ કલ્યાણપુર મામલતદાર કચેરી ખાતે સ્‍વખર્ચે તમામ અસલ પ્રમાણપત્રો સાથે હાજર થવાનું રહેશે તેમ કલ્યાણપુરના મામલતદારની એક યાદીમાં જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS