ટ્રાફિકના નિયમોના ભગં બદલ ઈ ચલણ જનરેટ કરી જે તે કસૂરવાર વાહનચાલકને મોકલી આપવામાં આવે છે. આમ છતાં ઘણાં લોકો દંડની રકમ ભરતા નથી. આમ છતા સરકાર ઈ ડિટેકશન પ્રોજેકટ અમલમા મુકવા આગળ વધી રહી છે. રાયના વાહન વ્યવહાર વિભાગ વિભાગ દ્રારા જુલાઈના અતં સુધીમાં ટ્રાન્સપોર્ટ વ્હીકલ માટે ઈડીટેશન પ્રોજેકટ અમલી કરવાની તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. પ્રથમ તબક્કે રાયના ૪ ટોલટેકસ નાકા પર પ્રોજેકટ પ્રારભં કરવામાં આવશે.
જો તમારા વાહનનું પીયુસી વીમો કે ટેકસ બાકી હોય તો ચેતજો. કારણ કે, સ્ટેટ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ આવા વાહનચાલકો પાસેથી દડં વસૂલ કરવા ઈ ડિટેકશન પ્રોજેકટ' અમલમાં મૂકવા જઈ રહ્યું છે. જેથી આવશ્યક દસ્તાવેજો, સર્ટિફિકેટ બાકી હોય તેવા વાહનોના દંડની રકમ ડાયરેકટ વાહનના ફાસ્ટટેગમાંથી જ કપાઈ જશે.
આ પ્રોજેકટ અંતર્ગત ઓટોમેટેડ નંબર પ્લેટ રેકાઇઝેશન દ્રારા પ્રથમ તબક્કામાં ટ્રાન્સપોર્ટ વ્હીકલ અને બીજા તબક્કામાં ખાનગી વાહનોને ઈડિટેકશન પ્રોજેકટ અંતર્ગત સાંકળી લેવાશે તેમ રાયના વાહન વ્યવહાર વિભાગના સુત્રો જણાવે છે.ટ્રાફિકના નિયમોના ભગં બદલ ઈ ચલણ જનરેટ કરી જે તે કસૂરવાર વાહનચાલકને મોકલી આપવામાં આવે છે. આમ છતાં ઘણાં લોકો દંડની રકમ ભરતા નથી.
આ બાબતને ધ્યાનમાં રાખી સ્ટેટ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ એક નવીન પ્રોજેકટ અમલમાં મૂકી રહ્યું છે. ટ્રાન્સપોર્ટ વિભાગના એક ઉચ્ચ અધિકારીએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, ટ્રાન્સપોર્ટ વ્હીકલ હોય કે પ્રાઈવેટ વ્હીકલ હોય. દરેક વાહનના આવશ્યક દસ્તાવેજો અને મંજૂરીઓ હોવી જ જોઈએ. આમ છતાં સંખ્યાબધં વાહનચાલકો નિયમભગં કરે છે. આથી જ અમે ઈ ડિટેકશન પ્રોજેકટ' અમલમાં મૂકવા જઈ રહ્યા છીએ. જેમાં અમે પ્રાથમિક તબક્કે વાહન મોડુલ અને ઈ ચલણ કનેકટ કરી રહ્યાં છીએ. જેથી તમામ વાહનો અને તેના આવશ્યક દસ્તાવેજો, મંજૂરીઓ, પરમીટનો ડેટા ઈ ડિટેકશન પ્રોજેકટ માટે ઉપલબ્ધ થાય.
તેઓ પ્રોજેકટના અમલ અંગે કહે છેકે, અમે જુલાઈ મહિનાના અંતમાં ૪ ટોલટેકસ નાકા પર પ્રોજેકટ શ કરીશું. જેમાં પ્રથમ તબક્કામાં ટ્રાન્સપોર્ટ વાહનો(પીળી નંબર પ્લેટ વાળા, કેબ–ટેકસી, ગુડસ વ્હીકલ, બસ અને અન્ય)નો સમાવેશ કર્યેા છે. યારે બીજા તબક્કામાં ખાનગી વાહનોનો સમાવેશ કરાશે. આ પ્રોજેકટમાં રાયના નેશનલ અને સ્ટેટ હાઈવે ઉપર આવેલા ટોલટેકસ નાકાને સાંકળ્યા છે. આથી પ્રથમ તબક્કામાં રાયના ટોલટેકસ નાકા પરથી પસાર થતાં તમામ ટ્રાન્સપોર્ટ વ્હીકલનો ડેટા ઓપરેટર દ્રારા પ્રતિદિન ઈ ડિટેકશન સોટવેર પર અપલોડ કરાશે. આ વાહનોનાં ડેટાનું વાહન સોટવેર પર વેરિફિકેશન કરાશે અને જે ટ્રાન્સપોર્ટ વાહનનો વીમો, પીયુસી સર્ટિ., પરમીટ, ટેકસ કે ફિટનેસ સર્ટિફિકેટ બાકી હશે તે વાહનોને ઈ ચલણ સોટવેર દ્રારા ચલણ ઈશ્યૂ કરી દડં ફટકારાશે. તદઉપરાંત જે તે વાહનના માલિકને પણ મોબાઈલ નંબર ઉપર એસ એસ.એમ.એસ કરી જાણ કરવામાં આવશે.
ટ્રાન્સપોર્ટ વ્હીકલ બાદ અમે પ્રાઈવેટ વાહનો અને પેસેન્જર કારને પણ આ પ્રોજેકટમાં સામેલ કરીશું. જેમાં નેશનલ અને સ્ટેટ હાઈવે પરથી પસાર થતા વાહનોમાં પીયુસી સર્ટિ., વીમો, ટેકસ કે ફિટનેસ સર્ટિફિકેટ બાકી હશે તો તેમાં પણ દંડની રકમ વસૂલાશે. અલબત્ત, પ્રાઈવેટ વાહનોના બીજા તબક્કામાં અમે ઓટોમેટેડ નંબર પ્લેટ રેકેાઇઝેશન કરીશું. આથી નિયમભગં કરનાર તમામ વાહનચાલકોના દંડની રકમ જે તે વાહનચાલકના ફાસ્ટટેગમાંથી કપાઈ જશે. જો કોઈ વાહનચાલકના ફાસ્ટટેગમાં પૂરતું બેલેન્સ ન હોય તો પણ જે તે વવાહનચાલકને એસ.એમ.એસ ઉપરાંત ઈ ચલણ દ્રારા પણ જાણ કરાશે. જેથી નિયમભગં કરનાર દરેક વાહનચાલક સામે દંડનીય કાર્યવાહી કરાશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech