અમેરિકામાં તવાઈ બાદ કબૂતરબાજોએ નવો રસ્તો અપનાવ્યો; વિઝા–પીઆરના નામે લાખોની વસૂલી

  • March 01, 2024 12:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાલમાં ફરી વિદેશમાં ગેરકાયેદસર રીતે પ્રવેશ કરાવવાના કેટલાક મામલા ચર્ચામાં આવ્યા છે. જેને લઈને કબુતરબાજી પર સરકારની કાર્યવાહી કરતા એજન્ટોએ હવે યુરોપિયન દેશો અને કેનેડા સહિતના દેશોમાં કાયમી સીટીઝનશીપ અને નોકરીની ઓફર આપીને લાખો પિયા ખંખેરવાનું શ કયુ છે. યુરોપિયન દેશોમાં વિઝા પ્રોસેસ સરળ હોવા છતાંય નાના શહેરોમાં રહેતા યુવકોને ગેરમાર્ગે દોરીને નાણાં પડાવવામાં આવી રહ્યા છે. ત્યારે આ અંગે સીઆઈડી ક્રાઈમના અધિકારીઓને કેટલાંક એજન્ટો અંગે માહિતી મળી છે. જેના આધારે તપાસ શરૂ  કરવામાં આવી છે.

વિદેશ જવાના મોહમા સંન્ય લોકો આવા ઠગોનો શિકાર બને છે. યુરોપના દેશોમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ મેળવવા માટે ચાલતી કબુતરબાજીનો મોટાપ્રમાણમાં પર્દાફાશ થવાની સાથે અનેક એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. અમેરિકા મોકલવા માટેનો ગેરકાયદેસર કારાબોર કરતા એજન્ટોએ ગ્રામ્ય વિસ્તારના લોકોને યુરોપિયન દેશોમાં કાયમી નાગરિકતા અને નોકરીની ખાતરી આપીને વિઝા તેમજ અન્ય પ્રોસેસના નામે લાખો પિયા વસુલવાનું શ કયુ છે. જેમાં ઓસ્ટિ્રયા, ડેનમાર્ક, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, હંગેરી, ઇટાલી, પોર્ટગલ સહિતના યુરોપિયન દેશો તેમજ યુ. કે અને કેનેડા જેવા દેશો માટે એજન્ટોએ નવી છેતરપિંડી શરૂ  કરી છે.
યુરોપિયન અને અન્ય દેશોની વિઝા પ્રક્રિયા અમેરિકા કરતા સરળ છે અને ત્યાં નોકરી તેમજ કાયમી નાગરિકતા પણ સામાન્ય શરતો સાથે મળે છે. જે બાબતે મોટા શહેરોના લોકો જાગૃત છે. પરંતુ, નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં યુવાનોને ખાસ જાણકારી ન હોવાની વાતનો ગેરલાભ ઉઠાવીને એજન્ટો નોકરીની ગેરટી આપીને અમેરિકાના બદલે યુરોપિયન દેશોમાં સારી તક હોવાનું કહીને ૫૦ લાખ પિયા સુધીના પૈસા પડાવી લે છે.
ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર્રના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા યુવકોને ટારગેટ કરવામાં આવે છે. જેમાં કેટલાંક યુવાનોને ફિનલેન્ડ અને ડેનમાર્ક પહોંચ્યા બાદ એજન્ટે વધારે નાણાં ઉઘરાવ્યાનું જાણવા મળ્યું હતું. આ અંગે સીઆઇડી ક્રાઈમ પણ તપાસ કરી રહી છે. આ અંગે એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે અમેરિકાના વિઝા કૌભાંડને લઈને હજુપણ તપાસ ચાલી રહી છે. યુવાનોને યુરોપના દેશોમા મોકલીને છેતરપિંડી કરવામાં આવે છે. જેને લઈને આગામી સમયમાં મોટો ખુલાસો થવાની શકયતા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application