રાજકોટ માર્કેટ યાર્ડમાં રેકોર્ડ બ્રેક ૨૦ લાખ કિલો ડુંગળીની આવક

  • February 22, 2021 10:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ, લોધીકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે રેકોર્ડ બ્રેક ૨૦ લાખ કિલો ડુંગળીની આવક થઈ છે. રાજકોટ માર્કેટ યાર્ડના શાકભાજી વિભાગના આસિ. સેક્રેટરી બી.આર.જાડેજાએ ‘આજકાલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે ડુંગળીમાં ચાલુ સિઝનની સૌથી વધુ આવક નોંધાઈ છે અને ભાવ પણ સારા ઉપજી રહ્યા છે. ખેડૂતોને ૨૦ કિલોનો ભાવ રૂ.૬૦૦થી ૭૦૦ ઉપજે છે.

 


રાજકોટ માર્કેટ યાર્ડના શાકભાજી વિભાગના ઈન્સ્પેકટર કાનાભાઈ ચાવડાએ ‘આજકાલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલમાં તામિલનાડુ સહિતના દક્ષિણ ભારતના રાજ્યોના વેપારીઓ ડુંગળીની ખરીદી માટે રાજકોટ યાર્ડમાં આવી પહોંચ્યા છે. આવક વધવાની સાથે આંતરરાજ્ય લેવાલી પણ વધી રહી છે. પુરવઠા સામે માગ જળવાઈ રહેતા ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. તેમણે ઉમેર્યુ હતું કે, છેલ્લા વર્ષોમાં કયારેક ડુંગળીની આટલી મોટી માત્રામાં આવક તેમણે જોઈ નથી.દરમિયાન હવે જયાં સુધી ઉપલબ્ધ જથ્તાનો નિકાલ ન થાય ત્યાં સુધી ડુંગળીની આવક બંધ રાખવા નિર્ણય લેવાયો છે.

 

રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં ૧૦,૦૦,૦૦૦ કિલો ચણાની આવક
રાજકોટ : રાજકોટનું બેડી માર્કેટ યાર્ડ હાલમાં રવિ પાકની આવકોથી છલકાઈ ઉઠયું છે. આજે ચણામાં ૧૦,૦૦,૦૦૦ કિલોની આવક થઈ હતી. જયારે ધાણામાં પાંચ લાખ કિલો અને જી‚માં બે લાખ કિલોની આવક થઈ હતી. ગત ચોમાસે સારો વરસાદ થતા જળાશયો હજુ ભરેલા હોય શિયાળુ પાકોનું વાવેતર અને ઉત્પાદન વધ્યું છે. ઠંડી પણ વધુ પડતા ચણા, ધાણા અને જી‚ની મબલખ આવકો થઈ રહી છે. વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના વેપારી પ્રવિણભાઈ અણદાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા દસેક વર્ષથી તબક્કાવાર રાજકોટ યાર્ડમાં ચણાની આવકો અને લેવાલી વધી છે. હાલમાં ચણાની સિઝન શ‚ થઈ છે તેમાં ગમે તેટલી વધુ માત્રામાં આવક થાય તો પણ લેવાલી જળવાઈ રહે છે. આગામી દિવસોમાં ચણાની આવક હજુ વધશે. રાજકોટ માર્કેટ યાર્ડના સેક્રેટરી બી.આર.તેજાણીએ ‘આજકાલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, યાર્ડના કાર્યક્ષેત્ર હેઠળના રાજકોટ, લોધીકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોના ખેડૂતોને ધાણા સુકવીને યાર્ડમાં લાવવા માટે અપીલ છે. તેમણૅ ઉમેર્યું હતું કે, ખેડૂતો ધાણા સુકવીને લાવશે તો તેમને વધુ સારા ભાવ મળશે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS