શનિવારે જામનગરમાં એરફોર્સ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત

  • March 03, 2025 11:51 AM 


જામનગરમાં શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સાંજે એરફોર્સ ખાતે આગમન થતાં જામનગરના સિનીયર મંત્રીઓ, સાંસદ, ધારાસભ્ય સહિતના અગ્રણીઓએ તેમનું સ્વાગત કર્યુ હતું, ત્યારબાદ તેમનો કાફલો લાલબંગલા ખાતેના સર્કિટ હાઉસે પહોંચ્યો હતો, માર્ગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારમાં બેઠાં-બેઠાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.




વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે જામનગરના એરફોર્સ સ્ટેશને આવી પહોંચતા કેબીનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ, મુળુભાઇ બેરા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેઘજીભાઇ ચાવડા, મેયર વિનોદ ખીમસુરીયા, ભાજપના શહેર પ્રમુખ ડો.વિમલ કગથરા, જિલ્લા પ્રમુખ રમેશભાઇ મુંગરા, ચીફ સેક્રેટરી પંકજ જોશી, ડીજીપી વિકાસ સહાય, એરફોર્સ ગ્રુપના કેપ્ટન સૌરભ પારીજાત, કલેકટર કેતન ઠકકર, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સહિતના મહાનુભાવોએ વડાપ્રધાનનું સ્વાગત કર્યુ હતું.





એરફોર્સથી લાલબંગલા સુધી બંને બાજુ મોટી સંખ્યામાં લોકો વડાપ્રધાનની ઝલક જોવા માટે આવ્યા હતાં, માર્ગમાં મજબુત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, સાંજે ૭:૧૫ આસપાસ વડાપ્રધાનનો કાફલો નિકળ્યો હતો ત્યારે નરેન્દ્ર મોદીએ કારમાં બેઠાં-બેઠાં જ અભિવાદન ઝીલતા લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતાં, સમગ્ર માર્ગને ચોખ્ખો ચણાટ બનાવી દેવામાં આવ્યો હતો અને વડાપ્રધાનના રૂટ પરના તમામ સ્પીડબ્રેકર દુર કરી દેવામાં આવ્યા હતાં.




વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સર્કિટ હાઉસમાં જ રાત્રી રોકાણ કરીને ભોજન લીધું હતું, જો કે ત્યાં કોઇને મળવા દેવામાં આવ્યા ન હતાં અને વ્હેલી સવારે તેઓ રિલાયન્સના વનતારા જવા નિકળ્યા હતાં. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application