ભારતનું રિયલ એસ્ટેટ ક્ષેત્ર ખૂબ જ ઝડપથી વિકસી રહ્યું છે. તેનું વર્તમાન બજાર લગભગ ૩૦૦ અબજ ડોલર એટલે કે ૨૪ લાખ કરોડ પિયા છે. આગામી દાયકામાં એટલે કે વર્ષ ૨૦૩૪ સુધીમાં રિયલ એસ્ટેટ સેકટરનું મૂલ્ય ૧.૩ ટિ્રલિયન ડોલર સુધી પહોંચી જશે. જો આપણે આઝાદીની ૧૦૦મી વર્ષગાંઠ એટલે કે ૨૦૪૭ની વાત કરીએ તો ત્યાં સુધીમાં તેનું બજાર કદ ૫.૧૭ ટિ્રલિયન ડોલર સુધી પહોંચી જશે.હાલમાં જીડીપીમાં તેનો હિસ્સો ૧૩.૮ ટકા છે જે આઝાદીના સોમા વર્ષમાં વધીને ૧૭.૫ ટકા થઈ જશે.
આ માહિતી રિયલ એસ્ટેટ ક્ષેત્રની સર્વેાચ્ચ સંસ્થા – કોન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (ક્રેડાઇ) દ્રારા તેના એક અહેવાલમાં આપવામાં આવી છે. તેનું નામ છે– 'વિકસીત ભારતનું નિર્માણ–ભારતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રની પરિવર્તનશીલ ભૂમિકા'. ક્રેડાઇએ જણાવ્યું હતું કે ભારતનું રિયલ એસ્ટેટ માર્કેટ, જે હાલમાં . ૨૪ લાખ કરોડનું છે, તેનો રહેણાંક ક્ષેત્રમાં ૮૦ ટકા હિસ્સો છે. જયારે ૨૦ ટકા કોમર્શિયલ કામ થાય છે.
ક્રેડાઇ માને છે કે રિયલ એસ્ટેટ ક્ષેત્ર આવનારા વર્ષેામાં ભારતીય અર્થતંત્રમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેના અહેવાલ મુજબ, યારે નાણાકીય વર્ષ ૨૦૩૪ સુધીમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર ૧.૩ બિલિયન ડોલર સુધી પહોંચશે, ત્યારે અંદાજિત જીડીપીમાં તેનો હિસ્સો ૧૩.૮ ટકા હશે અને આઝાદીના સોમા વર્ષમાં આ આંકડો વધીને ૧૭.૫ ટકા થઈ જશે.
હાલમાં રેસિડેન્શિયલ સેગમેન્ટમાં . ૪૫ લાખથી વધુ કિંમતના મકાનોની માંગ વધુ છે. કુલ પુરવઠામાં તેનો હિસ્સો લગભગ ૬૧ ટકા છે. ક્રેડાઇનો એવો પણ અંદાજ છે કે ૨૦૩૦ સુધીમાં ૭ કરોડ યુનિટની વધારાની આવાસની માંગ રહેશે.ભારતીય ખરીદદારોની પસંદગીઓને જોતા, ક્રેડાઇ એ પણ માને છે કે ૨૦૩૦ સુધીમાં . ૪૫ લાખથી વધુની કિંમતના ઘરોની માંગ ૮૭.૪ ટકાથી વધી જશે.
ક્રેડાઈનું કહેવું છે કે રિયલ એસ્ટેટ ક્ષેત્ર દેશના સવાગી વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપશે. આનાથી રોજગારમાં વધારો થશે અને બેંકિંગ ઇકો–સિસ્ટમ માટે આવક ઊભી થશે. ઉપરાંત, તેનાથી માથાદીઠ આવકમાં પણ વધારો થશે. ક્રેડાઇના ચેરમેન મનોજ ગૌરે જણાવ્યું હતું કે, 'વિકસિત ભારતના લયને હાંસલ કરવામાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ તાજેતરમાં બહાર પાડવામાં આવેલ મજબૂત ત્રિમાસિક જીડીપી વૃદ્ધિમાં પણ પ્રતિબિંબિત થયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech