ઇસ્કોન ભાડેજમાં બનેલી સુપર સીટી ટાઉનશિપ પ્રોજેકટ આવ્યો રડારમાં: મોટા પાયે કરચોરી ઝડપાય તેવી શકયતા
આવકવેરા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની બદલીનો દોર ચાલી રહ્યો છે તે દરમિયાન આજે ફરી આવકવેરા વિભાગ દ્વારા અમદાવાદના રિયલ એસ્ટેટ ગ્રુપને નિશાન બનાવવામાં આવ્યું છે. જાણવા મળતી વિગત અનુસાર અમદાવાદમાં આવેલા જાણીતા કે બી ઝવેરી ગ્રૂપના કંચનભાઈ પટેલ અને તેની સાથે સંકળાયેલા અન્ય ભાગીદારોને ત્યાં વહેલી સવારથી સર્ચ ઓપરેશન શરૂ થયું છે.
અમદાવાદ અને વડોદરાની ટીમ દ્વારા આ તપાસનો ઘમધમાટબ શરૂ થયો છે.છેલ્લા થોડા સમયથી આવકવેરા વિભાગ ગુજરાતના રીયલ એસ્ટેટ ક્ષેત્ર નજર રાખી રહ્યું તેમ દરોડાનો દોર શરૂ થયો છે. આ અગાઉ સૌરાષ્ટ્રના મોટા ગજાના ગણાતા લાડાણી અને ઓરબીટ ગ્રુપ પર આવકવેરા વિભાગે દરોડા પાડી અડધો રૂપિયાની કરચોરી ઝડપી લીધી હતી. ત્યારબાદ ચૂંટણી પૂરી થતાની સાથે જ અમદાવાદ અને સુરતમાં બિલ્ડરોને તવાઈ ઉતરી હતી.
જ્યારે આજે સવારે ઇન્કમટેક્સ અમદાવાદની ટીમએ ગોલ્ડ અને રીયલ ડાયમંડ જ્વેલરીમાં દબદબો ધરાવતા કે.બી. જવેલર્સ પર સર્ચ શરૂ કર્યું છે. આ ગ્રુપના કંચનભાઈ પટેલ દ્વારા અમદાવાદના ઇસ્કોન ભાડેજ વિસ્તારમાં સુપર સીટી ટાઉનશિપ બનાવવામાં આવી છે.આ પ્રોજેક્ટ આઈ.ટી.ની રડારમાં આવ્યો છે. કે.બી.ઝવેરી ગ્રૂપના કંચનભાઈ પટેલ અને તેની સાથે સંકળાયેલા અન્ય ભાગીદારોને ત્યાં દરોડાથી ખળભળાટ મચી ગયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાષ્ટ્રમાં 288 બેઠકોની મતગણતરી શરૂ, રહેશે મહાયુતિનું વર્ચસ્વ કે મહાવિકાસ આઘાડી બાજી મારશે?
November 23, 2024 09:04 AMધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech