વાંચો કોણ છે નાસામાં ઇતિહાસ રચનારા સ્વાતિ મોહન

  • February 19, 2021 05:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યુએસ સ્પેસ એજન્સી (નાસા)નું અવકાશયાન ભારતીય સમય અનુસાર ગુરુવારે રાત્રે 2.25 વાગ્યે સફળતાપૂર્વક જેજેરો કક્રેટર પર ઉતર્યું છે. તે પૃથ્વી પરથી ટેકઓફ થયાના 7 મહિના પછી મંગળ પર પહોંચ્યું હતું. ભારતીય અમેરિકન વૈજ્ઞાનિક સ્વાતિ મોહને આ મિશનને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. હવે રોવર પરસીવરેંસ મંગળ પર જીવનના સંકેતો શોધવાનું શરૂ કરશે.

સ્વાતિ મોહન કોણ છે?
ડો. સ્વાતિ મોહન ભારતીય-અમેરિકન વૈજ્ઞાનિક છે. તે એક વર્ષની ઉંમરે જ અમેરિકા ગઈ હતી. તેનો ઉછેર ઉત્તરીય વર્જિનિયા, વોશિંગ્ટન ડીસી મેટ્રો વિસ્તારમાં થયો છે. તેણે કોર્નેલ યુનિવર્સિટીમાંથી મિકેનિકલ અને એયરોસ્પેસ એન્જિનિયરિંગમાં બીએસસી કર્યું હતું અને એરોનોટિક્સ, એસ્ટ્રોનોટિક્સમાં એમઆઇટી અને પીએચડી કર્યું હતું. સ્વાતિ શરૂઆતથી નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરીમાં મંગળ રોવર મિશનના સભ્ય છે.

આ સાથે, તે નાસાના વિવિધ મહત્વપૂર્ણ મિશનનો પણ એક ભાગ રહી ચૂકી છે. સ્વાતિએ કૈસિની અને ગ્રેલ પર પણ કામ કર્યું છે. સ્વાતિ વર્ષ 2013માં પ્રોજેક્ટની શરૂઆતથી મિશન મંગલ -2020 પર કામ કરી રહી છે. તે હાલમાં પાસાડેના, સીએ નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરીમાં મંગળ -2020ને માર્ગદર્શન આપી નેવિગેશન અને કંટ્રોલ ઓપરેશનની આગેવાની લે છે. તે માર્ગદર્શન, નેવિગેશન અને નિયંત્રણ માટે મિશન કંટ્રોલ સ્ટાફનું સમયપત્રક બનાવે છે.

'સ્ટાર ટ્રેક: ધ નેક્સ્ટ જનરેશને' પ્રેરણા આપી 
સ્વાતિ મોહને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જ્યારે તે નાની છોકરી હતી, ત્યારે તે ટીવી સીરિયલ 'સ્ટાર ટ્રેક: ધ નેક્સ્ટ જનરેશન' જોતી હતી. આ સિરિયલે તેમને ખૂબ પ્રભાવિત કર્યા. આ સીરીયલ જોયા પછી અંતરિક્ષ યાત્રા અને અવકાશ સંશોધન માટેની ઉત્સુકતા જોવા મળી. સ્વાતિનું કહેવું છે કે અવકાશ પ્રોજેક્ટ્સમાં ભારતનું પ્રદર્શન અનોખું રહ્યું છે. વાહનની સાથે સેટેલાઇટ, ચંદ્ર અને મંગળ સંશોધન મિશન પણ વધુ સારા છે. નાસા અને ઇસરો ઘણા કાર્યક્રમોમાં એકબીજાને સમર્થન આપી રહ્યા છે. આમાં નાસા-ઇસરો સિન્થેટીક એપચર રડાર પ્રોજેક્ટનો સમાવેશ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS