નવરાત્રિમાં પૂજા દરમિયાન વાંચો આ વ્રત કથા

  • October 03, 2024 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



નવરાત્રિનો તહેવાર શરૂ થઈ ગયો છે અને આ તહેવારના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની તમામ વિધિઓ સાથે પૂજા કરવામાં આવે છે. હિંદુ ધાર્મિક માન્યતાઓ અનુસાર માતા શૈલપુત્રીનો જન્મ પર્વત રાજ હિમાલયના ઘરે થયો હતો. તેથી જ તે શૈલપુત્રી તરીકે ઓળખાય છે. માતાનું આ સ્વરૂપ કરુણા અને સ્નેહનું પ્રતીક માનવામાં આવે છે. માતા શૈલપુત્રીના ચહેરા પર તેજોમય ચમક દેખાય છે. માતા શૈલપુત્રીએ ડાબા હાથમાં કમળનું ફૂલ અને જમણા હાથમાં ત્રિશૂળ ધારણ કર્યું છે, તેમનું વાહન વૃષભ છે. દેવી માતા તેમના ભક્તોને બચાવે છે અને તેમના દુઃખ દૂર કરે છે.


માતા શૈલપુત્રીની કથા

દંતકથા અનુસાર, એકવાર પ્રજાપતિ દક્ષે યજ્ઞ કરવાનું નક્કી કર્યું. આ માટે તેણે તમામ દેવી-દેવતાઓને આમંત્રણ મોકલ્યા પરંતુ તેમની પુત્રી સતી અને જમાઈ ભગવાન શિવને આમંત્રણ ન આપ્યું. દેવી સતી તે યજ્ઞમાં જવા માટે ઉત્સુક હતા, પરંતુ ભગવાન શિવે તેમને આમંત્રણ વિના ત્યાં જવાની મનાઈ કરી હતી. પરંતુ સતી માતા રાજી ન થયા અને પોતાની જીદ પર અડગ રહ્યા. આ પછી મહાદેવને તેમને વિદાય કરવાની ફરજ પડી હતી.


જ્યારે સતી તેના પિતા પ્રજાપતિ દક્ષના ઘરે પહોંચી ત્યારે ત્યાં કોઈએ પણ તેની સાથે પ્રેમભર્યો વ્યવહાર કર્યો નહિ. તેની અને ભગવાન શિવની મજાક ઉડાવી. આ વર્તનથી દેવી સતીને ખૂબ જ દુઃખ થયું. તે પોતાના પતિનું અપમાન સહન ન કરી શકી અને ગુસ્સામાં તે ત્યાં સ્થિત યજ્ઞકુંડમાં બેસી ગઈ. જ્યારે શિવને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ દુઃખ અને ક્રોધની જ્યોતમાં સળગતા ત્યાં પહોંચ્યા અને યજ્ઞનો નાશ કર્યો. એવું કહેવાય છે કે આ પછી દેવી સતીએ હિમાલયની પુત્રી પાર્વતી તરીકે જન્મ લીધો હતો. હિમાલયની પુત્રી હોવાને કારણે, દેવી પાર્વતી શૈલપુત્રી તરીકે ઓળખાતી હતી.


મા શૈલપુત્રીની પૂજાનું મહત્વ


માતા શૈલપુત્રીની પૂજા કરવાથી જીવનમાં સ્થિરતા આવે છે. માતા શૈલપુત્રીની ઉપાસનાથી લગ્નજીવન સુખી રહે છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે. તેમની પૂજા કરવાથી મૂલાધાર ચક્ર જાગૃત થાય છે જે ખૂબ જ શુભ છે. તેમજ નવરાત્રિના પહેલા દિવસે મા શૈલપુત્રીની પૂજા કરવાથી ચંદ્ર સંબંધિત તમામ પ્રકારના દોષ દૂર થાય છે અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News