આ ટ્રીકની મદદથી કોઈને પણ જાણ ન થાય એ રીતે વૉટ્સએપના ડિલીટ કરેલા મેસેજીસ વાંચો

  • November 21, 2020 03:47 PM 1106 views

વૉટ્સએપ એ વિશ્વમાં સૌથી વધુ વપરાતું ચેટિંગ પ્લેટફોર્મ છે. ત્યારે વોટ્સપના વપરાશકર્તાઓ માટે દરરોજ તે નવાનવા ફીચર્સ લાવે છે. એવામાં ઘણી વાર આપણે વોટ્સએપમાં હાજર અને ઉપયોગી ફીચર્સ વિશે પણ જાણતા હોતા નથી. ત્યારે આ મહિનાની શરૂઆતમાં જ વોટ્સએપ તેના પ્લેટફોર્મ પર ડિસએપીરીંગ મેસેજનું ફીચર લોન્ચ કર્યું છે.  આ સુવિધાને કારણે, વોટ્સએપ પર મોકલેલા મેસેજ ડીલીટ થાય જાય છે. જેની મદદથી યુઝર્સ થોડા સમયની અંદર મોકલવામાં આવેલા મેસેજને ડિલીટ કરી શકે છે. પરંતુ ઘણી વખત આપણે આ કાઢી નાખેલા મેસેજ વાંચવા હોય છે. જેના માટે આપણે આ ટ્રીક અપનાવી તે ડિલીટ કરેલા મૅસેજ વાંચી શકીએ.

-જોકે વોટ્સએપમાં આવી કોઈ સુવિધા ઉપલબ્ધ નથી કે જેના દ્વારા ડીલીટ કરેલા મેસેજ વાંચી શકો, પરંતુ આ એપ્લિકેશન અને ટ્રિકની મદદથી તમે ડીલીટ કરેલા મેસેજને વાંચી શકો છો.
=પ્રથમ તો તમારે થર્ડ પાર્ટી એપ્લિકેશન WhatsRemoved+ ડાઉનલોડ કરવી પડશે 
-એકવાર ફોન પર WhatsRemoved+ એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જાય એટલે પછી તેને ખોલો અને તમામ નિયમો અને શરતોને સંમતી આપો.
-એપ્લિકેશન કાર્ય કરવા માટે, તમારે ફોનના નોટિફિકેશનને એક્સેસ આપવી પડશે.
-જો તમે આ સાથે સંમત છો, તો પછી "yes" વિકલ્પ પર ક્લિક કરો.
-તે પછી એવી એપ્લિકેશનો પસંદ કરો જેની નોટિફિકેશન તમેં અવગણવા માંગો છો.
-કાઢી નાખેલા વોટ્સએપ સંદેશને વાંચવા માટે, ફક્ત વૉટ્સએપની નોટિફિકેશનને અનેબલ કરો અને પછી "continue" પર ક્લિક કરો.
-આ સિવાય તેમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરે સહિત અન્ય વિકલ્પો પણ ઉપલબ્ધ થશે.
-તમે જે ફાઈલને save કરવા માંગો છો તેને પસંદ કરો.
-આ પછી તમે એવા પેઝ પર જશો જ્યાં બધા Deleted Message દેખાશે.
-તમારે સ્ક્રીનની ટોચ પર ડિટેક્ટેડ ઓપશનની નજીક દેખાતા વોટ્સએપ ઓપશન પર ક્લિક કરવું પડશે.
-આ સેટિંગ્સને enable કર્યા પછી તમે વૉટસએપના તમામ Deleted Message વાંચી શકશો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application