દેવભૂમિ દ્વારકામાં મેઘરાજાનું પુનઃ આગમન

  • September 28, 2024 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાણવડમાં ચાર ઈંચ ખાબક્યો: પાક, પાણીનું ઉજળું બનતું ચિત્ર



દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઘણા દિવસોના મેઘ વિરામ પછી ગઈકાલે પુનઃ મેઘરાજાનું આગમન થયું હતું. સાર્વત્રિક વરસાદી માહોલ વચ્ચે સૌથી વધુ ભાણવડમાં ચાર ઈંચ વરસાદ વરસી ગયો હતો.


ગઈકાલે સાંજથી દ્વારકા જિલ્લામાં જિલ્લામાં મેઘાડંબર વચ્ચે ભાણવડ તાલુકામાં સાંજે અડધો ઇંચ બાદ રાત્રિના બારેક વાગ્યાથી ધોધમાર વરસાદ વરસી જવા પામ્યો છે. જેના કારણે આ 12 કલાક જેટલા સમયગાળા દરમિયાન 96 મીલીમીટર વરસાદ નોંધાયો છે. આ સાથે ખંભાળિયા તાલુકામાં પણ ગત મોડી રાત્રિના દોઢ ઈંચ જેટલો (31 મી.મી.) વરસાદ વરસી ગયો છે. જ્યારે કલ્યાણપુર તાલુકામાં ઝાપટા સ્વરૂપે 3 મી.મી. તથા દ્વારકા તાલુકામાં 2 મી.મી. વરસાદ નોંધાયો છે.


અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં સૌથી ઓછો વરસાદ ભાણવડ તાલુકામાં હતો, ત્યાં એક સાથે ચાર ઈંચ વરસાદ પડી જવા પામ્યો છે. વરસાદના પગલે ઠેર-ઠેર પાણી ભરાયા હતા અને નાના-મોટા જળ સ્ત્રોતો પુનઃ તરબતર બની ગયા છે.


જિલ્લામાં સૌથી વધુ ખંભાળિયા તાલુકામાં 90 ઈંચથી વધુ તેમજ દ્વારકામાં 88 ઈંચ જેટલો વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે. જ્યારે ભાણવડમાં આજે સવાર સુધીમાં કુલ 61 ઈંચ વરસાદ નોંધાયો છે. જિલ્લાનો કુલ સરેરાશ વરસાદ 80 ઈંચ જેટલો થવા જાય છે.


આ વરસાદના પગલે પગ પાણીનું ચિત્ર ઉજળું થયું છે અને ટપક પદ્ધતિથી પાણી પીવડાવતા ખેડૂતોના પાકને ફાયદો થયો હોવાનું કહેવાય છે. વરસાદના પગલે વાતાવરણમાં સાર્વત્રિક ઠંડક પ્રસરી જવા પામી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application