આરોગ્યકર્મી તરફી અગ્રણીઓની ઉચ્ચ કક્ષાએ રજૂઆતો બાદ દ્વારકામાં પુન: નિયુક્તિ

  • July 29, 2021 01:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકામાં કોરોના વૉરિયર્સ તરીકે ઉત્કૃષ્ટ કામગીરી દાખવનાર આરોગ્ય કર્મચારીની કરાઈ હતી બદલી

કોરોનાકાળમાં દ્વારકા શહેરમાં કોરોના વોરીયર્સ તરીકે ઉત્કૃષ્ટ કામગીરી દાખવનાર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર કશ્યપ એન. ચંદારાણાની શનિવારે અચાનક જ ટુંપણી પી.એચ.સી. ખાતે બદલી કરી દેવાતા દ્વારકા ક્ષેત્રમાં ભારે ઉહાપોહ મચી ગયો હતો. મૂળ ટુંપણીના આરોગ્યકર્મી કશ્યપ ચંદારાણાને કોરોનાકાળમાં પ્રતિનિયુકિતથી દ્વારકા શહેરમાં નિયુકત કરાયા હતા જે દરમ્યાન કોરોનાના પ્રથમ તેમજ બીજી લહેર વખતે તેમની કામગીરી ખૂબ જ પ્રશંસનીય રહી હતી. તેમની કામગીરીને બિરદાવતા ર6મી જાન્યુઆરીના રોજ તેઓને સ્થાનીય અધિકારીગણ તથા પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સન્માનપત્ર પણ એનાયત કરાયું હતું. જોકે શનિવારે ઈન્ચાર્જ તાલુકા આરોગ્ય અધિકારી ડો.હોથલ વેગડ દ્વારા કોઈ કારણોસર તેઓને ટુંપણી પી.એચ.સી.માં બદલી કરી દેવાયા બાદ જેની દ્વારકાના અગ્રણીઓને જાણ થતાં જ તેઓની કોરોનાકાળની પ્રશંસનીય કામગીરીને જોતાં તેઓને દ્વારકા શહેરમાં જ નિયુકિત માટે જિલ્લા પંચાયત સુધી ફોન રણકયા હતા અને ઉચ્ચકક્ષાએ રજૂઆતો બાદ સોમવારે તેઓને દ્વારકા શહેરમાં પુન: નિયુકિત આપવામાં આવી હતી. દ્વારકા શહેર અગ્રણીઓએ તેઓની પુન: નિયુકિતને આવકારી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS