ભાવનગરથી સુરત રો-રો ફેરી સર્વિસથી કાચુ દૂધ મોકલવાનો માહી ડેરીએ પ્રારંભ કર્યો, 30 હજાર લીટર દૂધ મોકલાયું

  • March 04, 2025 04:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગરના ઘોઘાથી સુરતના હજીરા ખાતે કાચા દૂધને જળમાર્ગે રવાના કરાયું હતું. માહી ડેરીએ કરેલી શરૂઆતમાં  ૩૦,૦૦૦ લીટર દૂધ સુરત રવાના કરાયું હતું. આ તકે એન.ડી. ડી.બી.ના ચેરમેન મિનેશ શાહે જણાવ્યું હતું કે, ટ્રાન્સપોર્ટ સમય, ઈંધણ બચવાથી ડેરીને વર્ષે એકાદ કરોડનો ફાયદો થશે. જેની સામે ગ્રાહકોને દૂધની ગુણવત્તા મળી રહેશે. આગામી દિવસોમાં મુંબઈ સુધી જળમાર્ગે દૂધ પહોંચાડીશું.


ઘોઘા હજીરા રો રો ફેરી સર્વિસ મારફત માહી ડેરીએ કાચુ દુધ રવાના કર્યું હતુ. જેને  ડેરીના ચેરમેને ઐતિહાસિક ગણાવી હતી. જળ માર્ગે દક્ષિણ ગુજરાતમાં દૂધ  મોકલવાથી સમયમાં બચત અને પરિવહન ખર્ચમાં તો ઘટાડો થશે જ. સાથે સાથે કાર્બન ઉત્સર્જન ઘટતા પર્યાવરણનું પણ રક્ષણ થઈ શકશે તેમ તેઓએ કહેતા ઉમેર્યું હતું કે, માહી ડેરીએ દૂધ એકત્રીકરણ કેન્દ્રો, દૂધ શીત કેન્દ્રો તેમજ પશુદાણ ફેક્ટરીમાં સોલાર પાવર સિસ્ટમનો ઉપયોગ શરૂ કરેલો છે. 




આ સોલાર પાવર સિસ્ટમના કારણે રિન્યુએબલ એનર્જીનો વપરાશ વધતા વાતાવરણમાંથી કાર્બન ઉત્સર્જનનું પ્રમાણ ઘટાડવામાં ડેરીએ નોંધપાત્ર પ્રદાન કર્યું છે. આ ઉપરાંત, બાયોગેસ પ્લાન્ટની સ્થાપનાને પ્રાથમિકતા આપી ખેડૂતોને બાયોગેસ પ્લાન્ટની સ્થાપના કરવા વિવિધ પ્રોત્સાહનો પણ આપવામાં આવી રહ્યા છે. તેને ધ્યાને લઈને અત્યારસુધીમાં વિવિધ જિલ્લાઓમાં કુલ મળીને ૪૭૩ બાયો ગેસ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે. તેના થકી રસોઈ માટે વપરાતા ઈંધણ અને વીજ પ્રકાશ બાબતે અનેક ખેડૂતો આત્મનિર્ભર બની શક્યા છે.


આ પ્રસંગે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેન ડો. મીનેશ શાહ, એક્ઝિકયુટિવ ડિરેકટર એસ.રાજીવ, એસ.રઘુપતિ, એનડીડીબી ડેરી સંર્વિસીસના મેનેજીંગ ડિરેકટર ડો.સી.પી.દેવાનંદ, એક્ઝિકયુટિવ ડિરેક્ટર રઘુ માલેગૌડા, એન.ડી.ડી.બી.ના એડવાઈઝર કે.એમ.ઝાલા, માહી ડેરીના ચેરમેન વિજયભાઇ ઓડેદરા, ચીફ એક્ઝિક્યુટિવ આલોક કુમાર ગુપ્તા સહિત ડેરી ક્ષેત્રના તજજ્ઞો, ડી.જી. સી કનેકટના વરુણભાઈ કોન્ટ્રાકટર, હિરલ દેસાઈ અને અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News