રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ, કપિલ દેવ બાદ આ કારનામું કરનારો બીજો ભારતીય ક્રિકેટર બન્યો

  • March 01, 2023 10:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ઈજા બાદ વાપસી કરી રહેલો ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા સતત શાનદાર પ્રદર્શન કરીને રેકોર્ડ બનાવી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચમાં અજાયબી કર્યા બાદ જાડેજાએ ત્રીજી ટેસ્ટમાં પણ કંઈક એવું કરી બતાવ્યું જે ભારતીય ક્રિકેટમાં આ પહેલા માત્ર એક જ વાર થઈ શક્યું હતું. ઈન્દોર ટેસ્ટના પહેલા દિવસે રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગમાં ઓપનર ટ્રેવિસ હેડની વિકેટ લેતાની સાથે જ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તેની 500 વિકેટ પૂરી કરી લીધી હતી. આ રીતે તેણે એક ખાસ રેકોર્ડમાં મહાન ભારતીય ઓલરાઉન્ડર કપિલ દેવની સાથે તેનું નામ પણ લખાવ્યું.


આ વિકેટ સાથે, જાડેજા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 500 વિકેટ લેનાર અને 5000 થી વધુ રન બનાવનાર માત્ર બીજો ભારતીય ખેલાડી બન્યો. તેમના પહેલા માત્ર કપિલ દેવે જ આ કારનામું કર્યું હતું. કપિલ દેવના નામે ટેસ્ટ અને વનડે સહિત 9 હજારથી વધુ રન અને 787 વિકેટ છે. બીજી તરફ જાડેજાના નામે ટેસ્ટ, વનડે અને ટી-20 સહિત 5527 રન અને 502 વિકેટ છે.

​​​​​​​

જાડેજા હેડની વિકેટ લીધા બાદ માર્નસ લબુશેન પણ તેનો શિકાર બન્યો હતો, જ્યારે ઓસ્ટ્રેલિયા માટે આ ઇનિંગમાં સર્વશ્રેષ્ઠ અડધી સદી ફટકારનાર ઉસ્માન ખ્વાજા પણ ભારતીય સ્પિનરનો શિકાર બન્યો હતો. ઓસ્ટ્રેલિયાની પ્રથમ ત્રણ વિકેટ જાડેજાએ લીધી હતી.આ શ્રેણીમાં રવિન્દ્ર જાડેજા ભારતનો સૌથી સફળ બોલર સાબિત થયો છે. ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે હંમેશા અસરકારક સાબિત થતા જાડેજાએ પ્રથમ બે ટેસ્ટમાં 17 વિકેટ ઝડપી હતી, જ્યારે તેણે 96 રન પણ ફટકાર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application