રાજકોટ મહાનગરપાલિકામાં આજે સવારે ૧૧ કલાકે ચેરમેન જયમીનભાઇ ઠાકરના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં કાયદાકીય શિક્ષણને પ્રોત્સાહન આપવા અને કાયદાના ક્ષેત્રમાં ઉભરતી પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે લીગલ ઇન્ટર્નની જગ્યા ઇન્ટર્નશીપ આધારીત ત્રણ જગ્યાઓ ઉપસ્થિત કરવાની દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સર્વાનુમતે બહાલી અપાઇ હતી.
વિશેષમાં આ અંગે સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકરએ જણાવ્યું હતું કે, લીગલ ઇન્ટર્નની ત્રણ જગ્યા ઉપસ્થિત કરવાથી મહાનગરપાલિકા અને ઇન્ટર્ન બન્નેને લાભ થશે. કોર્પોરેશન કુશળ પ્રતિભા સુધી પહોચવામાં સક્ષમ બનશે, આ માટે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાંથી કાયદાના સ્નાતક વિદ્યાર્થીને મહાનગરપાલિકા ખાતે વાર્ષિક ઇન્ટર્નશીપની તક પુરી પાડવા અને રાજકોટ મહાનગરપાલિકાની જુદી-જુદી શાખાઓને તેમના લગતના કોર્ટ કેસોમાં મદદરૂપ થઇ શકે તે માટે મહાનગરપાલિકા અને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી વચ્ચે એમ.ઓ.યુ. કરવા દરખાસ્ત રજૂ કરાઇ હતી જે મંજુર કરાઇ છે.
તેમણે ઉમેર્યું હતું કે મહાનગરપાલિકા લગતના કોર્ટ કેસોના કામે ઘણી વખત સબંધિત શાખા કેસોના પારાવાઇઝ રીમાર્કસ યોગ્ય રીતે તૈયાર કરી શકતી ન હોય જેથી જે તે કેસમાં મેરીટ હોવા છતાં કોર્ટ કેસના કામે સબંધિત બાબત યોગ્ય રીતે રજુ કરી શકાતી નથી તેની અસર કેસના ચુકાદા ઉપર પણ પડે છે. જેથી ઇન્ટર્નએ જુદી-જુદી શાખાઓને કોર્ટ કેસો અનુસંધાને પારાવાઇઝ રીમાર્કસ તૈયાર કરાવવામાં મદદ કરવાની રહેશે તેમજ શાખાઓને કોર્ટ કેસોના કામે આવેલ વચગાળાના હુકમો અને આખરી ચુકાદાઓ અનુસંધાને જરૂરી સમજ આપવાની રહેશે. દરેક ઇન્ટર્નને માસીક એક લાખ રૂપિયા સ્ટાઇપેન્ડ પેટે ચુકવવા દરખાસ્ત કરેલ છે, જે મુજબ ત્રણ ઇન્ટર્નને વાર્ષિક ૩૬ લાખ સ્ટાઇપેન્ડ પેટે ચુકવવાના થાય છે, જે માટે હાલના બજેટમાં અને આગામી બજેટમાં આ અંગેનો હેડ ઈન્ટર્નશીપ સ્ટાઇપેન્ડ મંજુર થયેલ છે, જેમાં વાર્ષિક રૂ.૩૬ લાખની જોગવાઇ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: રણજીતસાગર રોડ સહિતના વિસ્તારમાં રસ્તા પર ગેરકાયદે દબાણ દુર કરતી મહાનગરપાલિકા
April 23, 2025 01:25 PMજામનગર: મોમાઈ નગરના રહીશોએ આપ્યું આવેદન
April 23, 2025 01:22 PM૨૫ એપ્રિલ :“વિશ્વ મેલેરિયા દિવસ"
April 23, 2025 12:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech