ખંભાળિયામાં શુક્રવારથી બે દિવસ રઘુવંશી જ્ઞાતિના ખેલૈયા માટે રાસોત્સવનું ભવ્ય આયોજન

  • October 26, 2023 10:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સપ્તર્ષિ સ્કુલ ખાતે જ્ઞાતિજનો માટે બાય-બાય નવરાત્રી



ખંભાળિયામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રઘુવંશી જ્ઞાતિના યુવા કાર્યકરોના ગ્રુપ દ્વારા રઘુવંશી જ્ઞાતિના ખેલૈયાઓ માટે રસોત્સવ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત અત્રે જામનગર હાઈવે પર દાલમિયા કંપનીની સામે આવેલી સપ્તર્ષિ પબ્લિક સ્કૂલના વિશાળ પટાંગણમાં આગામી શુક્રવાર તારીખ 27 તથા શનિવાર તારીખ 28 મી ના રોજ રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.


આ કાર્યક્રમમાં શુક્રવાર તથા શનિવારે રાત્રે 8 વાગ્યાથી આધુનિક સાઉન્ડ સિસ્ટમ તથા જાણીતા ગાયક કલાકાર જીત દાવડા, સપના બાલા ચૌહાણ તથા હરીશ બરેડિયા દ્વારા પ્રાચીન તથા અર્વાચીન રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવશે.


આ આયોજન માટે સપ્તર્ષિ સ્કૂલ વાળા રામભાઈ તન્ના, અગ્રણી બિલ્ડર કમલેશભાઈ વિઠલાણી, કમલેશભાઈ સામાણી, યતીનભાઈ અને રૂપેશભાઈ દતાણી તેમજ ગાયત્રી મોબાઇલ વર્લ્ડ વાળા પ્રશાંતભાઈ સોમૈયાનો સહયોગ સાંપડ્યો છે.


આ આયોજનમાં રાસ ગરબા રમવા ઇચ્છતા ખેલૈયાઓએ ગુરુવાર તારીખ 26 મી ના રોજ સાંજે છ થી આઠ વાગ્યા સુધીમાં અત્રે વી.ડી. બરછા નવી લોહાણા મહાજન વાડી ખાતેથી પાસ મેળવી લેવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે. આ રાસ ગરબામાં ખેલૈયાઓ માટે અત્રે નવી મહાજન વાડી પાસેથી વાહનની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.


પચાસ હજાર ફૂટના વિશાળ ગ્રાઉન્ડ તથા પાંત્રીસ હજાર વોટની અત્યાધુનિક સાઉન્ડ સિસ્ટમ અને લાઇટિંગ ડેકોરેશન સાથેના આ સમગ્ર આયોજન માટે યુવા કાર્યકરો હાર્દિક મોટાણી, મહેશ રાડિયા, કરણ સવજાણી, સાવન પાઉં, મિહિર દાવડા, મયુર ગોકાણી, મિલન કોટેચા અને મોહિત રાયચુરાની ટીમ દ્વારા ખભેખભા મિલાવીને જહેમત ઉઠાવવામાં આવી રહી છે. આ આયોજનનો લાભ લેવા સર્વે રઘુવંશી જ્ઞાતિજનોને આયોજક રઘુવંશી યુવા ગ્રુપ દ્વારા અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application