સુરત ખાતે મહેર સમાજ દ્વારા શરદપૂર્ણિમા નિમિત્તે રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમસ્ત મહેર સમાજ સુરત દ્વારા શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના બેનર હેઠળ શરદ પૂનમ નિમિતે મહાદેવ પાર્ટી પ્લોટ ડભોઈ ખાતે એક દિવસીય રાસોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું.
માદરે વતનથી દૂર માતૃભુમિની સોડમને પ્રસારિત કરવા સુરત જિલ્લામાં વસવાટ કરતા મહેર પરિવાર દ્વારા મહેર જ્ઞાતિની સંસ્કૃતિ, પરંપરા અને વિવિધ તહેવારોની સહયારી ઉજવણીના ભાગરૂપે શરદપુનમના દિવસે મહેર જ્ઞાતિના વિશ્ર્વ વિખ્યાત ભાઈઓના મણીયારા રાસ અને બહેનોના રાહડા સાથે માં આદ્યશક્તિની આરાધના ભક્તિ સાથે નવરાત્રી રાસોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું. આ આયોજનમાં શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ પરિવારને આમંત્રણ પ્રાપ્ત થતા સંસ્થાના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરાએ સુરત ખાતેના નવરાત્રી રાસોત્સવમાં ખાસ હાજરી આપી હતી આ તકે તેઓના પ્રાસંગિક વક્તવ્યમાં સમસ્ત મહેર સમાજ સુરત દ્વારા જ્ઞાતિના સંગઠનને મજબુત કરવા તેમજ આપણી લોક સંસ્કૃતિને જાળવી રાખવા તેમજ પેઢી દર પેઢી પ્રવાહિત કરવાના પ્રયાસોને બિરદાવ્યા હતા. અમદાવાદથી કિશોરભાઈ ગોઢાણીયા તથા વલસાડ જીલ્લાના મહેર પરિવાર, દેવેનભાઈ કેશવાલા સહિતના જ્ઞાતિ આગેવાનો તેમજ અગ્રણી સહપરિવાર હાજર રહ્યા હતા.
આ તકે સમસ્ત સુરત મહેર સમાજ દ્વારા આમંત્રિતોનું પુષ્પગુચ્છ વડે સ્વાગત કરી માં જગદંબાની આરાધના આરતી કરી હતી તથા મહેર જ્ઞાતિના ભાઈઓ અને બહેનો પરંપરાગત પરિધાનમાં મણિયારો રાસ, રાહડા તેમજ રાસગરબા સાથે માતાજીની આરાધના કરી હતી. આ કાર્યક્રમના સફળ આયોજનમાં સુરત મહેર સીટી કાઉન્સીલના પ્રમુખ ભીમભાઈ મોઢવાડિયા, ડો.બ્રિજેશભાઈ ઓડેદરા, રામદેભાઇ ઓડેદરા, હિતેશભાઈ દાસા, હિતેશભાઈ કારાવદરા, જીવાભાઈ ઓડેદરા, રામદેભાઇ કારાવદરા, માલદેભાઈ ગોઢાણીયા તેમજ દેવાભાઈ વાઘ સહીત સુરત જીલ્લાના મહેર ભાઈઓ-બહેનોએ જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજે લોકોને રાજનીતિ સાથે કંઈ લેવાદેવા નથી તેવા લોકો મને પાડી દેવાનો પ્રયાસ કરી રહ્યા છેઃ જયેશ રાદડિયા
January 27, 2025 10:54 AMબીચ ફેસ્ટીવલમાં લોકકલાકારો રાજભા ગઢવી, અપેક્ષા પંડયાએ લોકોને ડોલાવ્ય
January 27, 2025 10:54 AMબાંગ્લાદેશને ઝટકો, અમેરિકા સહાય આપવાનું બંધ કરશે
January 27, 2025 10:48 AMઅમેરિકા સામે ફુંફાડો મારનાર કોલંબિયા પળવારમાં ઘુંટણીયે
January 27, 2025 10:42 AMઉત્તરાખંડમાં આજથી સમાન નાગરિક સંહિતા લાગુ થશે
January 27, 2025 10:41 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech