જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદાનાના જે ફ્લાઇટમાં હતી તેનું ઇમરજન્સી લેન્ડીંગ કરવું પડ્યું. આ ઘટનાથી અભિનેત્રી અને ફ્લાઈટમાં હાજર મુસાફરો ખૂબ જ ડરી ગયા હતા. રશ્મિકાએ ફ્લાઈટમાં બેસીને એક ફોટો શેર કર્યો હતો, જે થોડી જ મીનીટો માં વાયરલ થઈ ગયો.ચાહકો રશ્મિકાને લઇ ચિંતા વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.
જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદાના જે ફ્લાઇટમાં હતી તેનું ઇમરજન્સી લેન્ડીંગ કરવું પડ્યું. આ ઘટનાથી અભિનેત્રી અને ફ્લાઈટમાં હાજર મુસાફરો ખૂબ જ ડરી ગયા હતા. રશ્મિકાએ પોતે આ ઘટના વિશે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા માહિતી આપી હતી અને કહ્યું હતું કે તે મોતના મુખમાંથી બચીને બહાર આવી છે.
ફ્લાઈટ મુંબઈથી હૈદરાબાદ જઈ રહી હતી. રશ્મિકા મંદાના શ્રદ્ધા દાસ સાથે મુસાફરી કરી રહી હતી. તેના ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર રશ્મિકાએ શ્રદ્ધા સાથેની એક સેલ્ફી શેર કરી અને લખ્યું, 'માત્ર તમારી જાણકારી માટે, આજે અમે આ રીતે મોતથી બચી ગયા...' ડેક્કન ક્રોનિકલના રિપોર્ટ અનુસાર, ફ્લાઈટ મુંબઈથી હૈદરાબાદ જઈ રહી હતી. તેમાં કોઈ ટેકનિકલ ખામી હતી, જેના કારણે પ્લેનમાં હાજર લોકો ડરી ગયા હતા.
ફ્લાઇટ ટેકઓવર કર્યાના 30 મિનિટ પછી મુંબઈ પરત આવી
રિપોર્ટમાં વધુમાં દાવો કરવામાં આવ્યો છે કે ફ્લાઇટ ટેકઓવર કર્યાના 30 મિનિટ પછી મુંબઈ પરત આવી, જેથી તેની ટેકનિકલ ખામીની તપાસ કરી શકાય. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.રશ્મિકાએ શેર કરેલી તસવીરમાં તે અને અભિનેત્રી શ્રદ્ધા દાસ હસતા જોવા મળે છે. તેણે કેપ્શનમાં હસવાનું ઇમોજી પણ સામેલ કર્યું છે.રશ્મિકા મંદાનાએ પુષ્પાઃ ધ રાઇઝ દ્વારા દક્ષિણ અને ઉત્તરમાં લોકપ્રિયતા મેળવી છે. આ દિવસોમાં તે ફિલ્મ 'એનિમલ'ની સફળતાનો આનંદ માણી રહી છે. આમાં તે રણબીર કપૂર સાથે જોવા મળી હતી. તેનું નિર્દેશન સંદીપ રેડ્ડી વાંગાએ કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech