મંદબુદ્ધિની યુવતી સાથે દુષ્કર્મ

  • February 27, 2024 05:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર જિલ્લાના સિહોર પંથકમાં ચકચારી ઘટના સામે આવી હતી. સિહોર પંથકમાં રહેતી મંદબુદ્ધિની સગીરા સાથે કોઈ શખ્સએ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધી હતી. સિહોર પંથકની એક ૨૨ વર્ષિય મંદબુદ્ધિની યુવતીને પેટમાં સતત દુખાવો ઉપડતા પરિવારજનો સર.ટી. હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં તેને સારવારમાં ખસેડતા યુવતી ઉપર દુષ્કર્મ થયુ હોવાનું અને તેને પાંચથી છ માસનો ગર્ભ હોવાનો તબીબ દ્વારા રિપોર્ટ આપવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી. અને હોસ્પિટલ પોલીસ ચોકી ખાતે નોંધ કરી દુષ્કર્મની ઘટના અંગે સક્ષમ અધિકારીને જાણ કરવામાં આવી હતી.



આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના સિહોર પંથકમાં રહેતી અને જન્મથી જ મંદબુદ્ધિ ધરાવતી એક ૨૨ વર્ષીય યુવતીને તેના ઘરે સવારે પેટના ભાગે સતત દુખાવો ઉપડતા તેના માતા તેણીને લઈ ભાવનગર સર.ટી. હોસ્પિટલમાં સારવાર અર્થે લઈને આવ્યા હતા. અને જેને હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં ખસેડવામાં આવી હતી. જ્યા તબીબએ તપાસ કરતા મંદબુદ્ધિની યુવતી ઉપર કોઈ નરાધમે દુષ્કર્મ ગુજાર્યો હોવાનું અને યુવતીને પાંચથી છ માસનો ગર્ભ હોવાનું સામે આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી. દરમિયાન ઉક્ત મામલો ભાવનગર સર.ટી.હોસ્પિટલ પોલીસ ચોકી ખાતે પહોંચતા હોસ્પિટલ ચોકીથી ઘટના અનુસંધાને બનાવ સક્ષમ અધિકારીનો બનતો હોય અને સિહોર પંથકમાં ઘટના ધટી હોય જેને લઈ સિહોર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈ બનાવ અનુસંધાને નરાધમ શખ્સ સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application