રાજકોટમાં રહેતી ૨૩ વર્ષીય યુવતી પર તેના મંગેતરના મિત્રોએ દુષ્કર્મ આચરી તેણીના ન્યૂડ ફોટા અને વીડિયો ઉતારી લઈ બ્લેકમેલિંગ કરી તેની પાસેથી રૂપિયા ૪૨ હજાર પડાવી લીધા હતા. યુવતીને તેના મંગેતર સાથે ઝઘડો ચાલતો હોય અને આરોપી તેના મંગેતરનો મિત્ર હોય આ બાબતે યુવતીએ આરોપીને વાત કરતા તે સમયે યુવતીએ ઉશ્કેરાટમાં મંગેતરને ગાળો આપી હોય આરોપીએ તે વાતનું રેકોડિગ કરી લીધું હતું. બાદમાં આ રેકોડિગ તારા મંગેતરને સંભળાવી દઈશ તેવું કહી અમદાવાદની હોટલમાં તેના પર દુષ્કર્મ આચર્યા બાદ બ્લેકમેલિંગ શરૂ કરી દીધું હતું. આ અંગે યુવતીની ફરિયાદ પરથી પોલીસે જુનાગઢમાં રહેતા દિવ્યેશ ઓડેદરા સામે ગુનો નોંધી તેને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં જામનગર રોડ પરના વિસ્તારમાં રહેતી ૨૩ વર્ષીય યુવતીએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જૂનાગઢમાં રહેતા દિવ્યેશ ઓડેદરા ઉર્ફે ડી.કે. નું નામ આપ્યું છે.યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અમદાવાદમાં આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરે છે. છ વર્ષ પૂર્વે જુનાગઢ ખાતે દિવ્યેશ ઓડેદરા ઉર્ફે ડી.કે. સાથે તેને પોતાના મંગેતર મારફત પરિચય થયો હતો આરોપી તેના મંગેતરનો મિત્ર હોય જેથી તે તેની પરિચિત હતી.
દરમિયાન બે વર્ષ પૂર્વે યુવતીની સગાઈ થયા બાદ તેને દિવ્ય સાથે કયારેક મળવાનું થતું હતું સગાઈ બાદ યુવતીને મંગેતર સાથે અવારનવાર ઝઘડો થતો હોય અને મનમેળ ન હોય દરમિયાન બે માસ પૂર્વે તે અમદાવાદ હતી. ત્યારે દિવ્યેશે પોતાના ઇન્સ્ટામાં એક વીડિયો મુકયો હતો.જેના પર યુવતીએ કોમેન્ટ કરી હતી ત્યારબાદ તેણે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કર્યેા હતો અને બંને વચ્ચે મેસેજથી વાતચીત થઈ હતી. બાદમાં યુવતીએ પોતાનો મોબાઈલ નંબર આરોપી દિવ્યેશને આપ્યો હતો.બાદ દિવ્યેશે કોલ કરી યુવતીને કહ્યું હતું કે હત્પં અમદાવાદ છું. યુવતીને પોતાના મંગેતર સાથે ઝઘડાઓ ચાલતા હોય અને આરોપી દિવ્યેશ તેના મંગેતરનો મિત્રો હોય જેથી તેને વાત કરવાથી તે મંગેતરને સમજાવશે તેવું વિચારી તેણે દિવ્યેશને વોટસએપમાં કોલ કરી મળવાની વાત કરી હતી.
બાદમાં યુવતી અમદાવાદમાં દિવ્યેશ ઓડેદરાને તેની ઓફિસે વહેલી સવારે પાંચેક વાગ્યે મળવા ગઈ હતી.યાં બને પ્રથમ પાકિગમાં થોડીવાર વાત કર્યા બાદ દિવ્યેશ બિલ્ડિંગના ૧૧ માં માળે આવેલી ઓફિસમાં લઈ ગયો હતો.યાં બે કલાક બંને વાતચીત કરી હતી આ દરમિયાન યુવતીએ દિવ્યેશને કહ્યું હતું કે, આકાશ મારી સાથે ઝઘડો કરતો હોય બાદમાં યુવતીએ અહીંથી જવાનું કહેતા દિવ્યેશે તેનું બાવડુ પકડી બેસાડી હતી અને બંને વચ્ચે ફરી વાતચીત ચાલુ થઈ હતી. આ દરમિયાન યુવતીએ ઉશ્કેરાટમાં પોતાના મંગેતરને ગાળો આપી હતી તે વાતનું રેકોડિગ દિવ્યેશે પોતાના મોબાઈલમાં કરી લીધું હતું. બાદમાં આ રેકોડિગ દિવ્યેશે યુવતીને સંભળાવી કહ્યું હતું કે હત્પં તારા મંગેતરને આ રેકોડિગ મોકલીશ તો તે માં જ માનશે તાં કઈં નહીં માને જેથી હત્પં કહત્પં તેમ કરવાનું આ સાંભળી યુવતી અહીંથી નીકળી ગઈ હતી.
બીજા દિવસે યુવતી નોકરી પર હતી ત્યારે દિવ્યશે ફોન કર્યેા હતો. અને યુવતીને મળવા બોલાવી હતી અને કહ્યું હતું કે, આવ ત્યારે ૧૦,૦૦૦ રૂપિયા લેતી આવજે હું તને બે દિવસમાં પાછા આપી દઈશ યુવતીએ કહ્યું હતું કે મારી પાસે પૈસા નથી જેથી દિવ્યેશે કહ્યું હતું કે, તાંરા રેકોડિગ તથા ફોટા મારી પાસે છે હું કહું તેમ કરવાનું બાદમાં યુવતી દિવ્યેશે મોકલેલા લોકેશન મુજબ તેને મળવા માટે ગઈ હતી તે યુવતીને અમદાવાદના ગુકુળ રોડ પર આવેલી એક હોટલમાં લઈ ગયો હતો.યુવતી તેની સાથે પિયા ૨૦૦૦ લઈ ગઈ હતી જે દિવ્યેશને આપતા દિવ્યેશે કહ્યું હતું કે, મેં તને ૧૦,૦૦૦ આપવાનું કહ્યું હતું. યુવતીએ કહ્યું હતું કે હાલ મારી પાસે વધુ પૈસા નથી.
ત્યારબાદ દિવ્યેશ યુવતીને મમાં લઈ ગયો હતો જયાં બ્લેક મેલિંગ કરી કહ્યું હતું કે, હોટલ મારી જ છે તું આ હોટલમાં પ્રવેશ કરીશ તેના સીસીટીવી ફટેજ થોડી જ વારમાં મારી પાસે આવી જશે જે હત્પં તારા મંગેતરને મોકલી અને કહીશ કે તું મારી સાથે હોટલમાં આવી છો તો તે તારી શું હાલત કરશે તે વિચારી લે. તેમ કહી યુવતી સાથે બળજબરી કરી તેના પર દુષ્કર્મ આચાર્ય હતું.
આરોપી દિવ્યેશે આ સમયે યુવતીના ન્યુડ ફોટો અને વિડીયો પણ ઉતારી લીધો હતો. બાદમાં કહ્યું હતું કે, બાકીના ૮૦૦૦ ની વ્યવસ્થા કરી દે. ત્યારબાદ યુવતી અહીંથી નીકળી ગઈ હતી એકાદ અઠવાડિયા બાદ દિવ્યેશે વોટસએપ કોલ કર્યેા હતો પરંતુ યુવતી ઉપાડતી ન હતી. બાદમાં વાત થયેલ ત્યારે બ્લેકમેલ કરી દિવ્યેશ પૈસા માંગતો હતો.
ગત તારીખ ૩૧૧૨૨૦૨૩ ના યુવતી રાજકોટમાં આવેલા પોતાના ઘરે આવી ગઈ હતી. ત્યારબાદ પણ દિવ્યેશ બ્લેકમેલિંગ કરી અવારનવાર પૈસાની માંગણી કરી તેની પાસેથી કુલ રૂપિયા ૪૨૦૦૦ પડાવી લીધા હતા. અંતે યુવતી આ બાબતે પોતાના મંગેતર અને પરિવારજનોને વાત કરી હતી અને ત્યારબાદ આ ફરિયાદ નોંધાવી છે. પોલીસે યુવતીની ફરિયાદ પરથી આરોપી દિવ્યેશ ઓડેદરા ઉર્ફે ડી.કે. સામે દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એસ.એમ. જાડેજાની રાહબરીમાં ટીમે તપાસ હાથ ધરી આરોપીને જુનાગઢથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આરોપીને સીપી કચેરીએ લઇ જઇ આકરી સરભરા કરાઇ
૨૩ વર્ષીય યુવતીને બ્લેકમઇલીંગ કરી તેના દુષ્કર્મ આચયુ હતું.બાદમાં આ શખસે યુવતીના ન્યુડ ફોટો–વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી તેની પાસેથી બળજબરીપૂર્વક .૪૨ હજાર પણ પડાવી લીધા હતાં.આ ઘટના અંગે યુવતીની ફરિયાદ બાદ ગાંધીગ્રામ પોલીસે તાકીદે આરોપીને ઝડપી લીધો હતો.આરોપીને સી.પી કચેરીએ લઇ જઇ તેની આકરી સરભરા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech