દીપિકા પાદુકોણનાં આ વાયરલ વિડીયો પર રણવીર સિંહે કરી પ્રેમ ભરી કમેન્ટ

  • March 06, 2021 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દીપિકા પાદુકોણ, તેના દમદાર અભિનય અને સુંદરતા સાથે, લાખો ચાહકોના દિલ પર રાજ કરે છે. તે તેના ડાન્સ વીડિયો અને ફોટો ચાહકો માટે સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. ચાહકોને પણ તેમના ફોટા અને વિડીયો ખૂબ ગમે છે. દીપિકા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરવામાં રણવીર પણ તેના ચાહકોથી પાછળ નથી. 

દીપિકા પાદુકોણએ હાલ જ તેના ઇન્સ્ટાગ્રામ પર તેનો ચોકલેટ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે. દીપિકા પાદુકોણે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ખૂબ જ ઉત્સાહ સાથે ચોકલેટ ખાતી જોવા મળી રહી છે. કેપ્શનમાં દીપિકાએ લખ્યું છે, 'ચોકલેટ પ્રેમી સાથે શેર કરો'. દીપિકાની આ પોસ્ટને 35 લાખથી વધુ લોકોએ જોઇ છે અને હજારો ચાહકોએ કમેન્ટ કરી છે.
 

આ હજારો કમેન્ટમાં એક ટિપ્પણી દીપિકાના પતિ રણવીર સિંહની પણ હતી. રણવીરે દીપિકાના વીડિયો પરની એક કમેન્ટમાં લખ્યું, 'આવ તને ન્યુટેલા ખવડાવું.' રણવીરના કહેવાના થોડા સમય માજ તેની કમેન્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

રણવીરની આ કોમેન્ટને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. રણવીરે ઘણી વાર દીપિકાની પોસ્ટ પર આવી પ્રેમથી ભરપૂર પોસ્ટ્સ પોસ્ટ કરી છે. દીપિકા પણ રણવીર સાથે મજાકમાં પાછળ રહેતી નથી.  બંને સ્ટાર્સ ટૂંક સમયમાં ફિલ્મ '83' માં સાથે જોવા મળશે. ફિલ્મમાં રણવીર સિંહ કપિલ દેવની ભૂમિકા નિભાવતો જોવા મળશે, જ્યારે દીપિકા કપિલ દેવની પત્નીની ભૂમિકા નિભાવતી જોવા મળશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS