નવજાત શિશુ બન્યા રાંકા, ઝનાનામાં દૂધના ફાંફાં

  • March 28, 2024 02:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાગર પરમાર
રાજકોટ

ગ્રાન્ટના પૈસા હોવા છતાં મિલ્ક બેંક માટે ખૂટતા સાધનોની ખરીદી ન કરવામાં આવતા મિલ્ક બેંક આજદિન સુધી શરૂ ન થઇ: માતા–બાળકોની સારી સારવાર અને સુવિધા મળે માટે સરકાર તત્પર પણ સિવિલનું તત્રં બેજવાબદાર: પાંચ મહિના પહેલા ફાળવાયેલી ૩૦ લાખની ગ્રાન્ટ ઘરજમાઈ


નવજાત બાળક માટે માતાનું દૂધ સૌથી વધુ પોષણકર્તા હોય છે. બાળકના જન્મતાવેંત માતાનું મૃત્યુ થવા જેવા કિસ્સામાં બાળકને માતાનું દૂધ મળી શકે તે માટે ગુજરાતમાં વડોદરા પછી સૌરાષ્ટ્ર્રમાં સૌ પ્રથમ નવી ઝનાના હોસ્પિટલમાં હ્યુમન મિલ્ક બેન્ક કાર્યરત થશે અને આ માટે સ્ટાફ અને કેન્દ્ર–રાય સરકાર દ્રારા જરી ગ્રાન્ટ પણ પૂરી પાડવામાં આવી છે. તેમ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો.આર.એસ.ત્રિવેદીએ અગ્રેસર રીતે મહિનાઓ પહેલા મીડિયા સમક્ષ જણાવ્યું હતું, પરંતુ ઝનાના હોસ્પિટલનું લોકાર્પણ થયાને માથે એક મહિનો ગઈકાલે પૂરો થઇ ગયો છે ત્યારે હજુ મિલ્ક બેન્ક માટે કોઈ ઈન્સ્ટુમેન્ટ પણ ખરીદવામાં આવ્યા નથી. નવજાત બાળકોને માટે સરકારે આટલી મોટી ચિંતા કરી મિલ્ક બેન્કના પ્રોજેકટને રાજકોટ સિવિલમાં આપી તેના માટેની ગ્રાન્ટ આપી છતાં એક મહિના સુધી (હજુ કયારે થાય એ પણ નક્કી નહીં) મિલ્ક બેન્ક શ કરવા માટેની કોઈ કાર્યવાહી જ કરવામાં ન આવે એ હોસ્પિટલના સત્તાધીશની ગંભીર બેદરકારી જ માની શકાય છે.

પીડીયુ હોસ્પિટલના દર્દીઓને વધુ સુવિધા મળે અને ખાસ કરી ને માતા–શિશુ માટે સરકાર તરફથી અંદાજિત .૩૦ લાખની ગ્રાન્ટ ફાળવામાં આવી છે. જેને પાંચ મહિના થવા છતાં આ ગ્રાન્ટ નો ઉપયોગ આજદિન સુધી કરવામાં આવ્યો નથી, જો ૩૦ માર્ચ સુધીમાં આ ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં ન આવે તો નાણાકીય વર્ષના હિસાબથી આ ગ્રાન્ટ સરકારમાં પાછી જમા થઇ શકે છે. મિલ્ક બેંક માટેનું ડીપ ફ્રિજ અને પ્રાસચ્યુરાઇઝર જેવા ઉપયોગી ઇકવીપમેન્ટની ખરીદી આ ગ્રાન્ટમાંથી કરવામાં આવી હોત તો મિલ્ક બેંક પણ સંભવિત પણે શ થઇ ગઈ હોત અને ગ્રાન્ટ પણ બધં બેસી ગઈ હોત. પરંતુ પાંચ મહિનાથી પડેલી ગ્રાન્ટમાંથી નૈયા પૈસો પણ કેમ વાપરવામાં ન આવ્યો ? એ બાબત અનેક પ્રશ્નાર્થ ઉભા કરી રહી છે. આ બેદરકારી બાબતે તો હવે રાયના અને કેન્દ્રના આરોગ્ય મંત્રી તો ચૂંટણીમાં વ્યસ્ત છે. એટલે આરોગ્ય કમિશનર કે સચિવ જ સુપ્રિટેન્ડેન્ટ ડો.આર.એસ.ત્રિવેદી પાસેથી સાચો જવાબ મેળવી શકે છે.

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, સુપ્રિટેન્ડેન્ટ ઓફિસમાંથી ફાઈલો, પગાર બિલ સહિતના જરી દસ્તાવેજો સમયસર સહી થતા ન હોવાથી તેની સીધી અસર હોસ્પિટલના વહીવટ પર પડી રહી છે. આટલું જ નહીં હોસ્પિટલમાં આવતી કેટલીક ગ્રાન્ટનો ઉપયોગ પણ સમયસર થતો નથી જેના કારણે ગ્રાન્ટ સરકારમાં પરત જતી રહે છે. અથવા તો જે કામ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી હોઈ તેને બીજા હેડમા ઉધારી અંતિમ દિવસોમાં તેનો ઉપયોગ કરવો પડે એવી નોબત આવી ને ઉભી છે

એકસ–રે, સોનોગ્રાફી મશીન, એનેસ્થેસિયા ટ્રોલી લોકાર્પણના એક મહિને પણ ન આવ્યું
એમસીએચ બિલ્ડિગમાં જો તબીબી સાધનોની વાત કરીએ તો મુખ્યત્વે અને અતિ જરૂરી એકસ–રે મશીન, સોનોગ્રાફી મશીન, એનેસ્થેસિયા ટ્રોલી જેવા સાધનો તો હજુ આવ્યા જ નથી આ ઉપરાંત સરકારના જ જી.એમ.સી.એસ.એલ. ડેપો માંથી કરોડો પિયાના ઇકવીપમેન્ટ સહિતની સાધન સામગ્રીઓ ઝનાના બિલ્ડિંગ સુધી મહિને પણ પહોંચી નથી. લેબોરેટરી, એકસ–રે રિપોર્ટ માટે દર્દીના સ્વજનને ટ્રાફિકથી ધમધમતો એક આખો રોડ ઓળંગી પીડીયુ હોસ્પિટલમાં જવું પડે છે. આવી કેટલીક કપરી સ્થિતિ વચ્ચે ઝનાના હોસ્પિટલનું ગાડું ગબડાવાઈ રહ્યું છે.

ભ્રસ્ટાચારીઓને પીએમની પણ બીક નહીં!
વડાપ્રધાન મોદીના હસ્તે ઈ–લોકાર્પિત થયેલી રૂ.૧૨૦ કરોડથી વધુના ખર્ચે બનેલી ઝનાના હોસ્પિટલ (એમ.સી.એચ. બિલ્ડીંગ)નું કામ એટલી હદે નબળું છે કે કદાચ એકાદ વર્ષમાં બિલ્ડીંગ ખખડી પણ શકે છે. પાકિગમાં ફિટ કરવામાં આવેલી જાળીથી લઈ ૧૧માં ફ \લોર સુધીમાં બિલ્ડીંગની નબળી ગુણવતા જોતા જ આંખે ઉડીને વળગે એવી છે. લિફટમાં ડિજીટની પેનલ નીકળી જવી, કબોટ, દરવાજા, સહિતનું ફર્નિચર એટલું નબળું છે કે, ગમે ત્યારે ખડી રહ્યું છે. પીઆઈયુનો સ્ટાફ જે વોર્ડમાં ફરિયાદ આવે ત્યાં પહોંચી રીપેર કરવાની કામગીરી કરી રહ્યું છે. આ જોતા માતા–નવજાત શિશુ માટે બનાવવામાં આવેલી ઝનાના હોસ્પિટલની ઇમારત ઉપરાંત ફર્નિચર સહિતના કામમાં મોટો ભ્રસ્ટાચાર થયો હોવાનું માની શકાય છે. જો કે પીઆઈયુ વિભાગ પહેલાથી જ આરોગ્ય વિભાગના કમાવ દીકરો હોવાથી ગાંધીનગર બેઠેલા અધિકારીઓથી લઇ મંત્રીઓ સુધી આ બાબતે તપાસના નર્યા નાટક કરવા તો ઠીક બોલવાની બદલે મૌન રહેવું જ વધુ પસંદ કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application