હોમગાર્ડઝ સભ્યોની લેખિત અને શારીરિક કસોટી લઈ તેઓની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું
જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાના નેતૃત્વ હેઠળ, હોમગાર્ડઝ સભ્યોને અસલ, સિનિયર લીડિંગ હોમગાર્ડ અને પાઇલટ સાર્જન્ટની રેન્ક પર બઢતી આપવા માટે નવાનગર હાઈસ્કૂલ ખાતે રેન્ક ટેસ્ટનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ ટેસ્ટમાં હોમગાર્ડઝના સભ્યોની લેખિત અને શારીરિક કસોટી લઈ તેઓની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
જિલ્લા કક્ષાની કમિટી, જેમાં કમાન્ડન્ટ ગીરીશ સરવૈયા (ચેરમેન), હેડ ક્લાર્ક મહેન્દ્રસિંહ કાંસેલા (સભ્ય સચિવ), વડી કચેરીના પ્રતિનિધિ ડી.કે.ચાવડા (સભ્ય), એસ.ઓ. મહિલા પ્રેક્ષાબેન ભટ્ટ (સભ્ય), એસ.ઓ.સ્પોર્ટ્સ દિલીપભાઈ ડાંગર (સભ્ય) અને રિદ્ધિબેન મહેતા (સિનિયર ક્લાર્ક)નો સમાવેશ થાય છે.જેઓ દ્વારા આ પરીક્ષાનું સંચાલન કરાયું હતું. આ ઉપરાંત જયેશ રાણા, વિજયસિંહ વાળા, નરેન્દ્રસિંહ જાડેજા, કૈલાશ જેઠવા, હિમાંશુ પુરોહિત, રાજુ ઓઝા, રામભાઈ મેવાડા, જે કે પરમાર, ચિરાગ મકવાણા, જીગ્નેશ ચૌહાણ, અને સુહીત મહેતાએ માનદ ઇન્સ્ટ્રક્ટર તરીકે પોતાની અમૂલ્ય સેવાઓ પ્રદાન કરી હતી.
આ પ્રસંગે, કમિટીના ચેરમેન અને કમાન્ડન્ટે નવાનગર સરકારી હાઈસ્કૂલના આચાર્ય અને સમગ્ર રેન્ક ટેસ્ટ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ તે માટે જિલ્લાના તમામ અધિકારીઓ, હોમગાર્ડઝ સભ્યો, વડી કચેરીના પ્રતિનિધિ અને વહીવટી સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.