રણદીપ સુરજેવાલાના ચૂંટણી પ્રચાર પર 48 કલાક માટે પ્રતિબંધ, હેમા માલિની પર અભદ્ર ટિપ્પણીના મામલામાં ECની કાર્યવાહી

  • April 16, 2024 09:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ હરિયાણાના કૈથલમાં એક જનસભાને સંબોધિત કરતી વખતે ભાજપ નેતા અને મથુરાના સાંસદ હેમા માલિની પર અભદ્ર ટિપ્પણી કરી હતી. જ્યારે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે સુરજેવાલાએ સ્પષ્ટતા આપી હતી અને કહ્યું હતું કે મારો ઈરાદો તેમનું અપમાન કરવાનો ન હતો. ચૂંટણી પંચે 9 એપ્રિલે સુરજેવાલાને નોટિસ પાઠવી હતી.


ચૂંટણી પંચે કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાને હેમા માલિની પર કરેલી ટિપ્પણીને લઈને 48 કલાક માટે પ્રચાર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ સમયગાળા દરમિયાન તેઓ કોઈપણ ઈન્ટરવ્યુ, રોડ શો, જાહેર સભા કે મીડિયામાં કોઈ નિવેદન આપી શકશે નહીં. તમને જણાવી દઈએ કે છત્તીસગઢમાં એક સભાને સંબોધિત કરતી વખતે કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ મથુરાના સાંસદ હેમા માલિની પર વાંધાજનક ટિપ્પણી કરી હતી.


હરિયાણામાં આપવામાં આવ્યું હતું વિવાદાસ્પદ નિવેદન 

કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ હરિયાણાના કૈથલમાં એક જનસભાને સંબોધિત કરતી વખતે ભાજપ નેતા અને મથુરાના સાંસદ હેમા માલિની પર અભદ્ર ટિપ્પણી કરી હતી. જ્યારે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે સુરજેવાલાએ સ્પષ્ટતા આપી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application