દીકરા રણબીરને નાનપણમાં જ સિગારેટ પીતો જોઇ નીતુ કપૂર ભાંગી પડી હતી

  • March 11, 2023 03:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • તૂ જૂઠી મેં મક્કર ફિલ્મના પ્રમોશન દરમિયાન રણબીર કપૂરે કર્યો ખુલાસો
  • એ દિવસ  મારા માટે જીવનનો સૌથી ખરાબ દિવસ હતોઃ રણબીર કપૂર

 


રણબીર કપૂરની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ તુ જૂઠી મેં મક્કારને લઈને સતત ચર્ચામાં છે. ફિલ્મમાં શક્તિ કપૂરની દિકરી શ્રદ્ધા કપૂર સાથે રણબીર કપૂરની જોડી લોકોને ખૂબજ પસંદ આવી રહી છે, અને પહેલીવાર બંને પોતાની કેમેસ્ટ્રીથી ફેન્સના દિલ જીતવામાં સફળ રહ્યાં છે. શ્રદ્ધા કપૂર સાથે મળીને તે આજકાલ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. 
 
 દરમિયાન રણબીરે તેના બાળપણના દિવસો સાથે જોડાયેલા કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા. આ પહેલા પણ ઘણા ઈન્ટરવ્યુમાં અભિનેતા પોતાના અંગત જીવન વિશે ખુલીને વાત કરતો જોવા મળ્યો હતો. પરંતુ આ વખતે તે થોડો વધારે ઇમોશનલ થઇ ગયો.
 
અભિનેતાએ જણાવ્યું કે તે નાનો હતો ત્યારથી જ તેણે સ્મોકિંગ કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ, તેણે આ વાત તેના પરિવારના સભ્યોથી છુપાવી હતી. પરંતુ, એકવાર તેની માતા નીતુ કપૂરે તેને ધૂમ્રપાન કરતા રંગે હાથે પકડ્યો હતો. રણબીરને આ રીતે સ્મોકિંગ કરતા જોઈને નીતુ કપૂર ભાંગી પડી હતી.

રણબીર કપૂરે પોતાના લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો છે. આરજે સિદ્ધાર્થ કન્નન સાથેની વાતચીતમાં આ ઘટનાનો ખુલાસો કરતા  તેણે જણાવ્યું હતુ કે, જ્યારે તે બાળપણમાં ધૂમ્રપાન કરતા પકડાયો ત્યારે તેની માતાની પ્રતિક્રિયા શું હતી. રણબીરે કહ્યું કે...

 મેં તેમને ક્યારેય આટલી અપસેટ જોઈ ન હતી. જ્યારે મારી માતાને ખબર પડી કે, હું ધૂમ્રપાન કરું છું, એ દિવસ  મારા માટે જીવનનો સૌથી ખરાબ દિવસ હતો. 'તેમને લાગ્યું કે હું હેરોઈન લઈ રહ્યો છું, જ પછી  તેમની પાસે મેં માફી માંગી હતી.  પરંતુ, મને લાગે છે કે માતા-પિતા ક્યાંક હાર માની લે છે. તે વખતે તેણે એ પણ સ્વીકાર્યું કે, તે તેની માતા સાથે સૌથી વધારે ખોટું બોલ્યો છે. તે પોતાને પણ તેમની સૌથી નજીક માને છે. 

ફિલ્મ તુ જૂઠી મેં મક્કર હોળીના દિવસે એટલે કે 8 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ દર્શકોનું દિલ જીતી રહી છે. ફિલ્મમાં ડ્રામા, રોમાન્સથી લઈને એક્શન બધું જ છે. એટલે કે આ સંપૂર્ણ મસાલા ફિલ્મ છે, જેનું નિર્દેશન લવ રંજન દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર લીડ રોલમાં છે. સિવાય ફિલ્મમાં ડિમ્પલ કાપડિયા પણ મહત્વના રોલમાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application