પોરબંદર નજીકના રાણાવાવ ખાતે પોલીસે પંચાવન હજારના ચાર મોબાઇલ તેના માલિકને શોધીને પરત કર્યા હતા.
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જિલ્લામાં ચોરી, ગુમ થયેલ મોબાઇલ શોધી કાઢવા સૂચના કરેલ હોય જે અનુસંધાને રાણાવાવ વિભાગના પોલીસ અધિક્ષક ધ્રુવલ સી.સુતરીયાના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એન. એન. તળાવીયા દ્વારા રાણાવાવ પોલીસ સ્ટાફના માણસોને ખાસ સૂચના આપેલ હોય જે અન્વયે પોલીસ સબ ઇન્સ્પેકટર આર.વી. મોરી તથા રાણાવાવ પોલીસસ્ટાફના માણસો દ્વારા અરજદાર નિલેશ દેવજીભાઇ ભુવા, રાણાકંડોરણા તા. રાણાવાવાળાનો મોબાઇલ ઓપો કિ.ા. ૧૨,૯૯૯, અલ્પાબેન અજયભાઇ મા રહે. રાણાવવાળાનો મોબાઇલ વનપ્લસ કિ.ા. ૧૭,૦૦૦, અવેશ રફીકભાઇ નોતીયાર, રહે. રાણાવાવવાળાનો મોબાઇલ રીયલમી કિ.ા. ૧૩૫૦૦, મેરામણભાઇ ભારવાડીયા રહે. રાણાવાવવાળાનો મોબાઇલ વીવો કિ.ા. ૧૨૦૦૦,ના ખોવાઇ યેલ હોય જે કુલ કિંમત ૫૫,૫૦૦ની કિંમતના ચાર મોબાઇલ સી.ઇ.આઇ.આર. પોર્ટલની મદદથી શોધી કાઢી ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત અરજદારોને પરત સોંપી આપેલ છે. આ કામગીરીમાં રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એન.એન. તળાવીયા, પોલીસ સબ ઇન્સ્પેકટર આર.વી.મોરી, પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.જે.દાસા, પોલીસ કોન્સ્ટેબલ સંજય વાલાભાઇ, સરમણ દેવાયતભાઇ, જયમલ સામતભાઇ, કૃણાલસિંહ પ્રવીણસિંહ તથા ભરત કાનાભાઇ દ્વારા કરવામાં આવેલ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech