વ્રજ અને ખાસ કરીને મથુરા તેમજ બરસાનામાં હોળી ઉત્સવની ઉજવણી ખુબ ધામધુમથી થતી હોય અને અત્યારે એ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે મથુરાના બરસાનામાં આવેલા રાધા રાની મંદિરમાં નાસભાગથી મંદિરની રેલીંગ તૂટી જવા પામી હતી અને તેમાં ૧૦ ભકતને સામાન્ય ઇજા થયી હતી.
હાલમાં ઘાયલ ભકતોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે યાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસ કર્મી લાડુ એકઠા કરવામાં વ્યસ્ત રહ્યા અને એકઝીટ ગેટથી લોકોએ અંદર આવવાનો પ્રયાસ કરતા આ ઘટના બની હતી.
મળતી માહિતી મુજબ, બરસાનાના વિશ્વ પ્રસિદ્ધ રાધા રાણી મંદિરમાં રવિવારે લાડુ હોળીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો હતો. આ તહેવારમાં ભાગ લેવા માટે અહીં હજારો ભકતો ઉમટા હતા. અહીં પોલીસકર્મીઓ પણ બંદોબસ્ત માટે હાજર હતા. પોલીસકર્મીઓ લાડુ એકત્ર કરવામાં વ્યસ્ત હતા ત્યારે અચાનક ભીડમાં નાસભાગ મચી ગઈ હતી. ભારે ભીડને કારણે મહિલાઓ અને બાળકો ફસાઈ ગયા હતા. પોલીસ હાલ આ સમગ્ર મામલાને દબાવવામાં વ્યસ્ત છે, યારે સીએમઓ પોતે ઘાયલોની હાલત જાણવા હોસ્પિટલ પહોંચી રહ્યા છે. કેટલાક લોકોએ મારપીટ પણ કરી હોવાનું સામે આવ્યું છે. યાં એસએસપી શૈલેષ કુમાર પાંડેનું કહેવું છે કે કોઈ નાસભાગ થઈ નથી, તેમણે કહ્યું કે પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય છે. મંદિરના પ્રવેશદ્રારના દ્રશ્યો સામે આવ્યા છે. ઘણા લોકો અંદર જવાનો પ્રયાસ કરી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફેબ્રુઆરીમાં જ ઉનાળો બેસી ગયો હોય તેવી ગરમી: રાજકોટમાં 37.5 ડિગ્રી
February 24, 2025 11:02 AMIPO લોન્ચ કરવામાં ભારત વૈશ્વિક અગ્રણી ,2024માં કંપનીઓએ 19 બિલિયન ડોલર એકત્ર કર્યા
February 24, 2025 10:57 AMમીઠાપુરના ચકચારી મર્ડર કેસમાં આરોપીઓને આજીવન કેદ અને રૂા. ૧૬ હજારનો દંડ ફટકારાયો
February 24, 2025 10:56 AMબાંગ્લાદેશમાં પૈસા આપીને જુલાઈ આંદોલન માટે ભીડ એકઠી કરાઈ હતી: યુએન રીપોર્ટ
February 24, 2025 10:56 AMકબૂતરોથી ૬૦થી વધુ બીમારીઓનો ખતરો: શ્વાસના રોગો ૧૫ ટકા વધ્યા
February 24, 2025 10:53 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech