રાજકોટ મહાનગરપાલિકાના વર્ષ ૨૦૨૫–૨૦૨૬ના બજેટમાં રામનાથ કોરિડોર માટે કોઈ જ જોગવાઈ કરવામાં નહીં આવતા ભારે નારાજગીની લાગણી પ્રસરી જવા પામી છે. કાશી વિશ્વનાથ કોરિડોરનું પ્રધાનમંત્રી દ્રારા લોકાર્પણ કરવામાં આવ્યું તત્કાલીન સમયથી રાજકોટ મહાપાલિકાના પદાધિકારીઓ દ્રારા અવારનવાર એવી જાહેરાત કરવામાં આવી હતી કે કાશી વિશ્વનાથ કોરિડોર ની પ્રતિકૃતિ સમો રામનાથ કોરીડોર બનાવવામાં આવશે. આ મામલે રાય સરકારમાં લેખિત રજૂઆતો પણ કરાઈ હતી અને આ માટે સરકારે પિયા દોઢસો કરોડથી વધુ રકમની ગ્રાન્ટ પણ ફાળવી આપી હતી પરંતુ હવે અકળ કારણોસર મહાપાલિકાના બજેટમાંથી રામનાથ કોરિડોર પ્રોજેકટની બાદબાકી કરાઈ છે સમગ્ર બજેટમાં કયાંય રામનાથનો ર પણ લખવામાં આવ્યો નથી. દરમિયાન આજથી મહાપાલિકાના પદાધિકારીઓએ બજેટનો અભ્યાસ શ કર્યેા છે અને કમિશનરે સૂચવેલા બજેટમાં સુધારા વધારા અને ફેરફારો આદર્યા છે ત્યારે રામનાથ કોરિડોરનો સમાવેશ કરવામાં આવે તેવી પ્રબળ લોક માંગણી રામનાથના ભકતોમાંથી ઉઠવા પામી છે. ચાલુ વર્ષ ૨૦૨૪–૨૫નું રિવાઈડ તથા આગામી વર્ષ ૨૦૨૫–૨૬નું બજેટ મ્યુનિસિપલ કમિશનર દ્રારા સ્ટેન્ડિંગ કમિટીમાં રજુ કરવામાં આવેલ છે. આ બજેટ અંગે ચર્ચા વિચારણા કરવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકરના અધ્યક્ષ સ્થાને મીટિંગ મળેલ છે. આ મિટીંગમાં સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો દક્ષાબેન વસાણી, મંજુબેન કુંગશીયા, ભારતીબેન પરસાણા, શ્રીમતી વર્ષાબેન રાણપરા, દેવાંગભાઈ માંકડ, નરેન્દ્રસિંહ વાઘેલા, યોત્સનાબેન ટીલાળા, બીપીનભાઈ બેરા, ડો. નેહલભાઈ શુકલ, ચીતાબેન જોષી તથા નાયબ કમિશનર મહેશ જાની, સી.કે.નંદાણી તથા એચ.આર.પટેલ સહીત રાજકોટ મહાનગરપાલિકાની જુદી જુદી શાખાના અધિકારીઓ હાજર રહ્યા હતા.
રામનાથ કોરિડોર માટે રાય સરકારે પૂરતી રકમ ફાળવી દીધી છે ત્યારે રામનાથ કોરીડોર બનાવવાનું તો હવે યારથી શ થાય ત્યારથી પરંતુ શહેરની ડ્રેનેજ ગટરનું ગંદુ પાણી રામનાથ મહાદેવ મંદિર ફરતે છોડવાનું બધં થાય તેટલું પણ જો શાસકો કરી શકે તો પણ રામનાથ મંદિરના દર્શનાર્થીઓમાં આનંદની લહેર પ્રસરી જશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાળામાં ચમકતી અને દોષરહિત ત્વચા મેળવવા માંગતા હો તો ગુલાબજળથી બનાવો 3 ફેસ પેક
May 18, 2025 04:53 PMતમિલનાડુના વાલપરાઈમાં બસ 20 ફૂટ ઊંડી ખીણમાં પડી, 30 મુસાફરો ઘાયલ; 72 લોકો હતા સવાર
May 18, 2025 04:23 PMજો આ 5 પ્રકારની સમસ્યા હોય તો છાશ ન પીવી જોઈએ
May 18, 2025 03:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech