સુવર્ણમુકુટ, ગળામાં રત્ન આભુષણ સુવર્ણ ધનુષ સાથે રામજી બિરાજમાન

  • January 22, 2024 04:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પૂર્ણ થયો છે. રામલલા ગર્ભગૃહમાં બિરાજમાન થઈ ગયા છે અને તેમની પહેલી તસવીર સામે આવી છે. તસવીરમાં રામલલાના માથા પર સુવર્ણમુકુટ છે અને ગળામાં હીરા–મોતીના હાર છે. આ સિવાય કાનોમાં કુંડલ સુશોભિત છે. હાથમાં સુવર્ણ ધનુષ–બાણ છે, રામલલા પીળી ધોતી પહેરેલા નજરે આવી રહ્યા છે.ગ્રાઉન્ડ ફલોર પર મુખ્ય ગર્ભગૃહમાં ભગવાન રામના બાળ સ્વપને રાખવામાં આવી છે.

 ભગવાનનું બાળ સ્વપ ખૂબ જ આરાધ્ય અને અનન્ય છે. તેજસ્વી ચહેરા અને હાથમાં ધનુષ અને તીર સાથે બાળ સ્વપમાં રામલલા દરેકના હૃદયને મોહિત કરી રહ્યા છે. ભગવાનની મૂર્તિની કારીગરી ખૂબ જ અનોખી રીતે કરવામાં આવી છે. ભગવાન શ્રી રામના મસ્તક પાસે સૂર્ય, સ્વસ્તિક, ઓમ, ગદા અને ચક્રની કોતરણી છે. ભગવાન વિષ્ણુની સાથે તેમના ૧૦ અવતાર મત્સ્ય, કૂર્મ, વરાહ, નરસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કિ પણ જોવા મળી રહ્યા છે. મૂર્તિ ઘાટા રંગના કાળા પથ્થરમાંથી બનાવવામાં આવી છે. આ પ્રતિમા એક જ પથ્થરમાંથી બનાવવામાં આવી છે, એટલે કે તેમાં અન્ય કોઈ પથ્થર ઉમેરવામાં આવ્યા નથી. ભગવાનની આ મૂર્તિ વોટરપ્રૂફ છે.મતલબ કે મૂર્તિને પાણીથી નુકસાન નહીં થાય. રોલી અને ચંદન લગાવવાથી પણ રામલલાની મૂર્તિની ચમક પર અસર નહીં થાય. મૂર્તિની નીચેની સપાટી પર, એક તરફ હનુમાનજી અને બીજી બાજુ ગડ દેવ જોઈ શકાય છે. કાળા રંગથી બનેલી રામલલાની મૂર્તિનું આયુષ્ય હજારો વર્ષ માનવામાં આવે છે કારણ કે કાળા શિલા પથ્થર વર્ષેા સુધી સારી સ્થિતિમાં રહે છે. ભગવાન શ્રી રામના બાળ સ્વરૂપની મૂર્તિ કર્ણાટકના શિલ્પકાર અણ યોગીરાજ દ્રારા બનાવવામાં આવી છે. પ્રતિમાને ૪.૨૪ ફટ ઉંચી બનાવવામાં આવી છે.રામલલાની મૂર્તિ ૩ ફટ પહોળી છે, જેનું વજન આશરે ૨૦૦ કિલો છે. રામલલાની મૂર્તિમાં પાંચ વર્ષના બાળકની આરાધ્ય ઝલક દેખાય છે, ડાબા હાથને ધનુષ અને તીર અને જમણો હાથ આશીર્વાદની મુદ્રામાં બતાવવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application