રામગોપાલ વર્માએ કુંભ મેળાને ગણાવ્યો કોરોના એટમ બોમ્બ : કહ્યું હિન્દુઓ એ મુસ્લિમો પાસે માગવી જોઈએ માફી

  • April 14, 2021 08:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં કોરોનાવાયરસની બીજી લહેર રહી છે. હરરોજ કોરોનાથી સંક્રમિત લોકોના ભયાનક આંકડાઓ સામે આવી રહ્યા છે. એટલું જ નહીં કોરોનાના કારણે અનેક લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. એવામાં દેશની સરકાર સુરક્ષાના નિયમોનું પાલન કરવાનું અપીલ કરી રહી છે. જ્યારે બીજી તરફ લોકો કોરોનાની મહામારીને નજર અંદાજ કરીને તહેવાર મનાવવામાં જ વ્યસ્ત બની ગયા છે.

 

 

આ દરમિયાન જોઇ શકાય છે કે હરિદ્વારમાં કુંભમેળામાં સોશિયલ ડિસ્ટિંસિંગના તમામ નિયમોને ધજાગરા ઉડી ગયા છે. બોલિવૂડ પ્રોડ્યુસર અને ડાયરેક્ટર રામગોપાલ વર્માએ આ બાબતે નારાજગી જતાવતા પ્રતિક્રિયા આપી હતી. રામગોપાલ વર્માએ સોશિયલ સાઈટ ટ્વિટર પર કુંભમેળામાં શાહીસ્નાનની તસવીર અપલોડ કરીને લખ્યું હતું કે, જોઇ શકાય છે કે આ કુંભ મેળો નથી પરંતુ કોરોના એટમ બોમ્બ છે. મને આશ્ચર્ય થાય છે કે આ વાયરલ એક્સપ્લોજન માટે કોને જવાબદાર ગણાવવા?

 

 

આ અગાઉ પણ રામગોપાલ વર્મા એક ટ્વિટમાં લખ્યું હતું કે, ખૂબ ખૂબ વધામણી લોકડાઉનનું  એક નવું નામ આપવામાં આવ્યું છે. બ્રેક ધ ચેઈન, વાહ, અને તમામને આ નામકરણ સંસ્કારની વૈધાનિક ચેતવણી સાથે બોલાવવામાં આવ્યા છે કે કુંભ મેળામાંથી પરત ફરનાર માસ્ક પહેરવાની જરૂર નથી કારણ કે તેઓ પહેલાથી જ કોરોનાવાયરસને ગંગામાં ધોઈને આવ્યા છે. રામગોપાલ વર્માની આ ટ્વિટ ખૂબ વાયરલ થઇ રહી છે અને ફેન્સ તેના ઉપર પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS