રામેશ્વર બેકર્સ બ્રેડ પેકેટ ઉપર ડેઇટ લખતા ન્હોતા..!

  • October 06, 2023 03:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકાની આરોગ્ય–ફડ શાખામાં ખાણી પીણીના પદાર્થેા વેંચતા એક સામાન્ય રેંકડીધારકએ બ્રેડ વાસી હોવા મામલે કરેલી ફરિયાદને પગલે મહાપાલિકાએ સોરઠીયાવાડી ચોક સ્થિત રામેશ્વર બેકર્સને ત્યાં ચેકિંગ કરતા ત્યાં આગળ બ્રેડ, પાઉં, ક્રીમ રોલ, બન, નમકીન સેવ પેકિંગ વિગેરે ઉપર ઈંગ્રેડિયન્ટસ, લોટ, બેચ નંબર, એકસપાયરી ડેઇટ, યુઝ બાય ડેઇટ કે ઉત્પાદન અંગેની કોઇ વિગતો લખી ન હોય તેવો ૮૦ કિલો વાસી–પડતર જથ્થા મળ્યો હતો તેનો સ્થળ ઉપર જ નાશ કરાયો હતો. વિશેષમાં આ અંગે રાજકોટ મહાપાલિકાના ડેઝીેટેડ સિનિયર ફડ ઓફિસર ડો.હાર્દિક મેતાએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે ફડ સેટી ઓફિસર સી.ડી.વાઘેલા તથા ફડ સેટી ઓફિસર કે.જે.સરવૈયા દ્રારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન સોરઠિયાવાડી સર્કલ, હંગામા કૂલ્ફિ પાસે, કોઠારીયા રોડ, રાજકોટ મુકામે આવેલી દર્શન જીતેન્દ્રભાઇ કરચલીયાની માલિકીની પેઢી શ્રી રામેશ્વર બેકર્સની સ્થળ તપાસ કરવામાં આવી હતી. આ પેઢીમાં તપાસ કરતાં પેઢીના સ્થળ ઉપર વેચાણ માટે સંગ્રહ કરેલ પેકડ બેકરી પ્રોડકટસ બ્રેડ, પાઉં, ક્રીમ રોલ, બન, નમકીન–સેવ પેકિંગ પર ફડ સેટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ–૨૦૦૬ અન્વયે ઈંગ્રેડિયન્ટસ, લોટ નંબર, બેચ નંબર એકપાયરી ડેટ, યુઝ બાય ડેટ કે ઉત્પાદન અંગેની કોઇ પણ વિગતો છાપેલી ન હોવાનું માલૂમ પડતા કુલ અંદાજે વાસી પડતર ૮૦ કિલો જથ્થો મળી આવેલ હોય તેનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો હતો તેમજ પેઢીને ફડ લાઇસન્સ, સ્ટોરેજ, હાઇજિનિક કન્ડિશન જાળવવા તેમજ પેકિંગ કરેલ ખાધ્ય ચીજો પર કાયદા મુજબ વિગતો દર્શાવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી. તદ્દઉપરાંત સ્લાઈસ બ્રેડનો નમૂનો લેવામાં આવ્યો હતો.


શહેરમાં ખાણીપીણીનાં અન્ય ૩૬ ધંધાર્થીને ત્યાં ચેકિંગ

આજીડેમ ચોકડીથી ભાવનગર રોડ તથા ચુનારાવાડ ચોક વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં (૧) જલારામ રેસ્ટોરેન્ટ (૨) કનૈયા ફરસાણ (૩) કનૈયા પાન એન્ડ કોલ્ડિ્રંકસ (૪) મચ્છાધણી હોટેલ (૫)રાધેક્રિષ્ના રેસ્ટોરેન્ટ (૬)મૈત્રી ફડ (૭)નસીબ સોડા શોપ (૮) આદેશ પાન કોલ્ડિ્રંકસ (૯)ગોંડલ ગાંઠિયા (૧૦) બાલાજી દાળ પકવાનને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૧) આનંદના ધોરાજીવાળા ભૂંગળા બટેટાને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૨) સ્પે મેંગો લચ્છીને લાઇસન્સ મેળવવા સુચના (૧૩) કનૈયા પૂરી શાકને લાઇસન્સ મેળવવા સૂચના (૧૪) ચામુંડા ગાંઠિયાને લાઇસન્સ મેળવવા સૂચના (૧૫) ઉર્વશી કોલ્ડિ્રંકસને લાઇસન્સ મેળવવા સૂચના (૧૬) મનમંદિર કોલ્ડિ્રંકસને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૭)જય જલારામ ગાંઠિયા રથને લાઇસન્સ મેળવવા સૂચના (૧૮) ગ્રીન પાલક પંજાબી એન્ડ ચાઇનીઝને લાઇસન્સ મેળવવા સૂચના (૧૯) ન્યુ જલારામ ખમણને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી. (૨૦) શિવમ રેસ્ટોરેન્ટ (૨૧) જય દ્રારકાધીશ પાન કોલ્ડિ્રંકસ (૨૨)ખોડિયાર રેસ્ટોરેન્ટ (૨૩)આનંદના ભૂંગળા બટેટા (૨૪) ખાખી દાળપકવાન સમોસા (૨૫) શિવ દાળપકવાન સમોસા (૨૬)ફેમસ દાળપકવાન (૨૭) અમૃત ડેરી (૨૮) જય ગવલીનાથ ફરસાણ (૨૯) વિવેક સાગર એન્ડ કોલ્ડિ્રંકસ (૩૦) ખોડલ ભેળ (૩૧) માતિ ડેરી ફાર્મ (૩૨) સાંઇ કોલ્ડિ્રંકસ (૩૩) ક્રિષ્ના ડેરી ફાર્મ (૩૪) અરિહતં ફરસાણ (૩૫) કાંતિભાઇ ગોરધનભાઇ ચેવડાવાળા (૩૬)માં આશાપુરા પાન એન્ડ કોલ્ડિ્રંકસની ચકાસણી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application