લોકસભા ચૂંટણીના પરિણામો બાદ સઘં સતત ભાજપની ટીકા કરી રહ્યો છે. સૌથી પહેલા સંઘ પ્રમુખ મોહન ભાગવતે મણીપુરનો મુદ્દો ઉઠાવીને ભાજપને ઘેર્યેા હતો અને તે પછી નાગપુરમાં ભાજપને અરીસો બતાવ્યો અને દેશની વાસ્તવિકતાથી વાકેફ કર્યા. આ પછી સંઘના મુખપત્ર પંચજન્યમાં એક લાંબો લેખ પ્રકાશિત થયો. જેમાં ભાજપની ટીકા કરવામાં આવી અને બીજી તરફ ભાજપની સાથે સત્તા ભોગવી રહેલા શિવસેનાના નેતા તથા મહારાષ્ટ્ર્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું હતું કે, ૪૦૦ને પાર કરવાના નારાને કારણે માત્ર ભાજપ બહુમતીનો આંકડો જ ચૂકી નથી પરંતુ તેનું નુકસાન અમારે પણ ભોગવવું પડું છે. હવે સંઘના વરિ નેતા ઈન્દ્રેશ કુમારે ભાજપ અને મોદી પર નિશાન સાધ્યું છે.
રાષ્ટ્ર્રીય સ્વયંસેવક સંઘના નેતા ઈન્દ્રેશ કુમારે ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધતા કહ્યું કે, જે પાર્ટી રામની પૂજા કરતી હતી તે અહંકારી થઈ ગઈ છે, તેથી તે ૨૦૨૪ની ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તો બની ગઈ પણ પરંતુ તેને જે સત્તા (બહુમતી) મળવી જોઈતી હતી તે ભગવાન રામે તેના અહંકારને કારણે રોકી દીધી. આ સાથે તેમણે કહ્યુ કે, જે લોકો રામનો વિરોધ કરતા હતા તેમાંથી કોઈને પણ સત્તા ન મળી. તેમણે કહ્યું કે ભગવાનનો ન્યાય ખૂબ જ સાચો અને ખૂબ જ આનંદદાયક છે.
આરએસએસના વરિ નેતા ઈન્દ્રેશ કુમારે સ્પષ્ટ્રપણે સત્તાધારી ભાજપ અને વિપક્ષ 'ઈન્યિયા' ગઠબંધન બંને પર નિશાન સાધ્યું. જોકે તેમણે કોઈ પક્ષનું નામ લીધું ન હતું. કુમારે કહ્યું, લોકશાહીમાં રામરાયના 'વિધાન'ને જુઓ જે પક્ષ રામની પૂજા કરતો હતો પરંતુ ધીમે ધીમે અહંકારી બની ગયો હતો તે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવ્યો હતો પરંતુ જેને વોટ અને સત્તા (સંપૂર્ણ બહત્પમતી) મળવી જોઈતી હતી તેને ભગવાને રોકી દીધી. તેમણે કહ્યું કે, ભકિત કરવાવાળો પક્ષ અહંકારી બની ગયો તો ભગવાને તેને ૨૪૧ પર રોકયો અને જેમને રામમાં વિશ્વાસ નથી, ભગવાને તેમને ૨૩૪ પર રોકયા.
ઇન્દ્રેશ કુમાર જયપુર નજીક કનોટા ખાતે 'રામરથ અયોધ્યા યાત્રા દર્શન પૂજા સમારોહ'ને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કોઈનું નામ લીધા વિના કહ્યું, જેણે પણ લોકોને ત્રાસ આપ્યો, રામજીએ તેને કહ્યું કે પાંચ વર્ષ આરામ કરો, હવે પછી જોઈશું કે તેની સાથે શું કરવું. તેમણે કહ્યું કે રામે દરેકને ન્યાય આપ્યો છે અને આપતા રહેશે, રામ હંમેશા ન્યાયી હતા અને રહેશે. કુમારે એમ પણ કહ્યું કે, રામે લોકોની રક્ષા કરી અને રાવણનું પણ ભલું કયુ (તેને મારીને પણ). તેમણે કહ્યું કે, ભગવાન હનુમાને કહ્યું હતું કે 'રામ સે બડા રામ કા નામ' (રામનું નામ તેમના કરતા મોટું છે
સઘં અને ભાજપ વચ્ચે ખટરાગ
૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપ બહત્પમતના આંકડા સુધી ન પહોંચવાનું સૌથી મોટું કારણ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાનું નિવેદન હોઈ શકે છે કે ભાજપને હવે સંઘના સમર્થનની જર નથી. ભાજપ સંઘથી મોટો થઇ ગયો હોવાનું સૂચવતાઆ નિવેદન ઉપરાંત લોકસભા ચૂંટણીમાં સંઘને ભાજપે મહત્વ ન આપ્યું અને તેને લીધે પણ બહુમતીના આંકડા સુધી પહોંચવામાં મુશ્કેલી પડી હોવાનું નિષ્ણાતો માને છે
સંઘ પ્રમુખના ચાબખાં
૧૦ જૂને નાગપુરમાં સંઘનાના કાર્યકર્તા વિકાસ વર્ગ કાર્યક્રમનો સમાપન દિવસ હતો. ત્યાં તેમણે કહ્યું હતું, જે પોતાના કર્તવ્ય નિભાવતી વખતે મર્યાદાનું પાલન કરે છે, પોતાના કામ પર ગર્વ કરે છે, અહંકારથી રહિત હોય છે તે જ વ્યકિત ખરેખર સેવક કહેવાને લાયક છે. કામ કરો, પણ અહંકાર ન કરો કે મેં તે કયુ. મણિપુર એક વર્ષથી શાંતિની રાહ જોઈ રહ્યું છે. છેલ્લા ૧૦ વર્ષથી રાયમાં શાંતિ હત પરંતુ અચાનક ત્યાં ગન કલ્ચર વધી ગયું. આ સમસ્યાનો પ્રાથમિકતાના આધારે ઉકેલ આવે તે જરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech