સિરસા સ્થિત ડેરા સચ્ચા સૌદાનો વડો ગુરમીત રામ રહીમ સિંહ ફરી એકવાર જેલમાંથી મુકત થયો છે. તેમને ૩૦ દિવસ માટે પેરોલ આપવામાં આવ્યા હતા. ૨૦૨૦ પછી આ ૧૬મી વખત છે યારે રામ રહીમને કામચલાઉ મુકિત (પેરોલ અથવા ફર્લેા) આપવામાં આવી છે. રામ રહીમ ૨૦૧૭ થી રોહતકની સુનારિયા જેલમાં બે સાધ્વીઓ પર બળાત્કાર કરવાના આરોપમાં ૨૦ વર્ષની સજા ભોગવી રહ્યો છે. જેલના રેકોર્ડમાં તેમનું નામ કેદી નંબર ૮૬૪૭સી તરીકે નોંધાયેલું છે.
રામ રહીમે અત્યાર સુધીમાં તેમની સજાના ૩,૧૯૩ દિવસ (આશરે ૮ વર્ષ અને ૮ મહિના) પૂર્ણ કર્યા છે. પરંતુ સૌથી વધુ ચર્ચાસ્પદ હકીકત એ છે કે આ ૩,૧૯૩ દિવસોમાંથી તેમણે ૪૦૬ દિવસ સુનારિયા જેલના સળિયા બહાર વિતાવ્યા છે.હરિયાણા ગુડ કન્ડકટ પ્રિઝનર્સ (ટેમ્પરરી રિલીઝ) એકટ, ૨૦૨૨ હેઠળ, કોઈપણ કેદીને એક કેલેન્ડર વર્ષ (જાન્યુઆરીથી ડિસેમ્બર) માં કુલ ૧૦ અઠવાડિયાના પેરોલ મળી શકે છે. જે બે હામાં મેળવી શકાય છે.
રામ રહીમને આ વર્ષે જાન્યુઆરીમાં ૪૦ દિવસના પેરોલ મળ્યા હતા. હવે, ૩૦ દિવસના પેરોલ મંજૂર થતાં, કેલેન્ડર વર્ષ ૨૦૨૬ માટેનો તેમનો ૧૦ અઠવાડિયાનો પેરોલ કવોટા સંપૂર્ણપણે સમા થઈ ગયો છે.પેરોલ કવોટા સમા થઈ ગયો હોવા છતાં, રામ રહીમ આ વર્ષે ત્રણ અઠવાડિયાના ફર્લેાનો લાભ લઈ શકે છે. કાયદા અનુસાર, ફર્લેા હામાં મેળવી શકાતો નથી.
યારે કેદી પેરોલ પર હોય છે, ત્યારે તે સમય કુલ સજાના સમયગાળામાં ગણાતો નથી. જો કે, પેરોલ પર વિતાવેલો સમય સજાના ભાગ તરીકે ગણવામાં આવે છે, એટલે કે તે સમયગાળા દરમિયાન ભોગવેલી સજા માફ કરાયેલ માનવામાં આવે છે. ૨૦૨૨ના કાયદા મુજબ, યારે રામ રહીમ તેની સજાના ત્રણ–ચતુથાશ (બળાત્કાર કેસમાં) પૂર્ણ કરશે, ત્યારે તે એકસાથે ચાર અઠવાડિયાના પેરોલ માટે હકદાર બનશે.૨૦૧૭માં, સીબીઆઈની એક ખાસ કોર્ટે રામ રહીમને તેની બે મહિલા અનુયાયીઓ પર બળાત્કાર કરવાનો દોષી ઠેરવ્યો હતો