Ram Navami 2021 : જાણો આજે રામનૂં પૂજન કરવાનું મૂર્હુત અને પૂજા વિધિ

  • April 21, 2021 08:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચૈત્ર નવરાત્રીની નોમની તિથીને રામનોમ તરીકે ઉજવવામાં આવે છે. કહેવાય છે કે આજના દિવસે ભગવાન રામનો જન્મ થયો હતો. રામનો જન્મ ચૈત્રમહિનાના સુદ પક્ષની નોમના દિવસે બપોરે બે વાગ્યે કર્ક લગ્નમાં થયો હતો. તે સમયે ચંદ્રમા પુનર્વસુ નક્ષત્રમાં હતા અને સુર્ય મેષ રાશિમાં હતો. રામનોમનાદિવસે ઉપવાસ કરવાનું શાસ્ત્રોમાં ખૂબ મહત્વ દર્શાવવામાં આવ્યું છે.

 

 

આજના દિવસે રામ રક્ષા સ્ત્રોતનું અનુષ્ઠાન કરવાથી સુખ અને શાંતિપુર્ણ ગૃહસ્થ જીવન, રક્ષા અને સન્માન પ્રાપ્ત થાય છે. જોકે તમે નવરાત્રીમાં નવ દિવસનું અનુષ્ઠાન ન કર્યુ હોય તો વિશેષરીતે રામ રક્ષા સ્તોત્રનું અનુષ્ઠાન ન કર્યુ હોય તો આજના દિવસે 11 વખત અથવા 21 રામ રક્ષા સ્તોત્રનું અનુષ્ઠાન કરી લો. જો તમે આખું સ્તોત્ર વાંચી શકો નહીં તો  માત્ર શ્રી રામ રામ રઘુનંદન રામ રામનું જ રટણ કરો. ઉપરાંત  રાં રામાય નમ: મંત્રનો જાપ કરવાથી પણ પુણ્ય મળે છે.

 

 

રામનું પૂજન કરવાનું શુભ મૂર્હત

 

નોમની તિથીનો પ્રારંભ 20 એપ્રિલે રાત્રે 12 વાગ્યેને 44 મિનિટે શરૂ થશે અને સમાપ્તિ 21 એપ્રિલે રાત્રે 12 વાગ્યે અને 33 મિનિટે થશે. આ દરમિયાન રામ નામનો જપ કરી શકાય છે.

 

રામ નવમી પૂજા મુહૂર્ત- 21 એપ્રિલ 2021ને બુધવારે સવારે 11:02 એમથી બપોરે 13:38 પીએમ સુધી

 

 

રામનોમનું વિશેષ પૂજન કરવાની વિધિ

 

આજે રામનોમના દિવસે બ્રહ્મ મુર્હુતમાં ઉઠીને દૈનિક ક્રિયા કરી ભગવાન રામનું ધ્યાન કરો અને સંકલ્પ લો. ત્યારબાદ રામનું ષોડશોપચાર પૂજન કરો. તુલસી પાન અને કમળનુંફુલ ધરાવીને રામલલ્લાનીમૂર્તિને માળા ફૂલથી સજાવીને પારણામાં જુલાવો. પૂજા બાદ રામની આરતી કરીને નૈવેધ ધરાવો. ભગવાન રામને ખીર, ફળ અને અન્ય પ્રસાદ ધરાવો. પૂજા પછી હવન કરવાનો પણ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. આજે તલ,જવ અને ગૂગલ ભેળવીને ઘરે જ નાનો હવન કરી શકાય. તેનાથી અદભૂત ઉર્જાનો સંચાર થાય છે અને પ્રભૂ રામની કૃપા પ્રાપ્ત થાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
Recent News