થોડા સમયથી સાઉથના એક્ટર્સ કોઈને કોઈ રીતે ચર્ચામાં રહેતા હોય છે.હવે સાઉથના અભિનેતા રામ ચરણ તેમની આગામી ફિલ્મ માટે ચર્ચાનો વિષય બન્યા છે. રામ ચરણની ફિલ્મ ગેમ ચેન્જરમાં તેની સાથે કીયારા અડવાણી મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળશે.આ ફિલ્મનું મોટાભાગનું શુટિંગ પૂરું થઇ ગયું છે અને અત્યારે અભિનેતા તેના પરિવાર સાથે વેકેશનની રજા માણી રહ્યો છે.રજામાંથી પરત આવ્યા બાદ ફિલ્મનું અધૂરું શુટિંગ પૂરું કરશે તેવી વાતો થઇ રહી છે.આ ફિલ્મ પૂરી કર્યા પછી તે થોડા સમય માટે બ્રેક લેશે અને ત્યારબાદ બુચી બાબુની નવી ફિલ્મ જે લગભગ સ્પોર્ટ્સ ડ્રામા પર બનવાની છે તેના શુટિંગનું કામ શરુ કરશે.
આ ફિલ્મ માટે અભિનેતાએ તેના બોડી પર પણ થોડી વધારે મહેનત કરવી પડશે.આ ફિલ્મમાં જહાનવી કપૂર લીડ રોલ કરશે અને ફિલ્મના સંગીતકાર તરીકે એ.આર.રહેમાન સંગીત આપવાના છે.આ ફિલ્મ માટે રામ ચરણ તગડી ફી લેવાનો છે તેવું સાંભળવામાં આવ્યું છે. તેણે બુચી બાબુની આ ફિલ્મ માટે 125કરોડ જેટલી ફી લેવાનું નક્કી કર્યું છે અને નિર્માતાઓ આ ફી ચુકવવા તૈયાર પણ થઇ ગયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆસામમાં પૂરને કારણે હાહાકાર, 58 લોકોએ ગુમાવ્યા જીવ, હજારો લોકોના ઘર પાણીમાં ડૂબ્યા
July 07, 2024 04:39 PMKulgam Encounter: સુરક્ષા દળોનું મોટું ઓપરેશન, અત્યાર સુધીમાં છ આતંકીઓનો ખાત્મો
July 07, 2024 04:37 PMરાજકોટ : ભીલવાસ નજીક ઇગલ પેટ્રોલ પંપે રાત્રીના માથાભારે શખ્સે ફિલરમેનને છરીના ઘા ઝીંક્યા
July 07, 2024 03:50 PMજામકંડોરણામાં : અષાઢી બીજ નિમિત્તે રામજીની ભવ્ય રથયાત્રા, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
July 07, 2024 03:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech