સમગ્ર દેશ આગામી ૨૨મી જાન્યુઆરીના દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. આ દિવસે અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરનો પ્રાણપ્રતિા મહોત્સવ યોજાવાનો છે ત્યારે રાજયભરમાં પણ ભકતો દ્રારા અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ દિવસે કેટલીક ધાર્મિક રેલી કાઢવા સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું હોવાથી સંવેદનશીલ વિસ્તારમા સધન પોલીસ બંદોબસ્ત અને સોશ્યલ મિડીયા પર વિવાદીત પોસ્ટ પર બાજ નજર રાખવામા આવશે.
અમદાવાદ સહિત રાજયના વિવિધ શહેરોમા પોલીસનો સઘન બંદોબસ્ત રહેશે. યારે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્તની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ કોઇ વિવાદિત પોસ્ટ ન મૂકાય કે અન્ય પ્રકારના ગુનાને અંજામ આપવામાં ન આવે તે માટે પોલીસની સોશિયલ મીડિયા પર પણ બાજનજર રહેશે.
સોશિયલ મીડિયા પર કોઇ પણ પ્રકારની અફવા ફેલાવે તેવા મેસેજ પોસ્ટ કે વાયરલ ન થાય તે માટે સાયબર ક્રાઇમની પણ ખાસ વોચ રહેશે. સાયબર ક્રાઇમની ટેકનિકલ ટીમ દ્રારા અનેક એવા પેજ કે આઇડી પર મોનિટરિંગ રખાશે. તો ક્રાઇમ બ્રાંચની ટીમો પણ આ દિવસે એલર્ટ રખાશે.
૨૨ જાન્યુઆરીના દિવસની સમગ્ર દેશ આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. આ દિવસે અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરનો પ્રાણ–પ્રતિા મહોત્સવ યોજાવાનો છે ત્યારે આ ઐતિહાસિક એવી પાવન ઘડીએ કરોડો રામભકતોના હૈયાં હર્ષેાલ્લ ાસથી ગદગદિત થઈ ઊઠશે. પ્રાણપ્રતિ ાના મુહર્તની સાથે સાથે કેટલાય શહેરોમાં ભકતો દ્રારા અનેક ધાર્મિક રેલી સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. હાલ આ કાર્યક્રમોની વિગત શહેર પોલીસે મેળવીને અનેક વિસ્તારોમાં યોગ્ય બંદોબસ્ત રાખવા કવાયત હાથ ધરી છે. અનેક રેલી સહિતના કાર્યક્રમોમાં કોઇ અનઈરછનીય બનાવ ન બને તે માટે થઇને અનેક સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ રખાશે અને સાથે સાથે પોઇન્ટ ગોઠવીને બંદોબસ્ત રખાશે.
ઉચ્ચ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ રાજયના મહાનગરોમા આવેલા સંવેદનશીલ વિસ્તાર પોલીસની ખાસ વોચ રહેશે. સાથે જ જર લાગે ત્યાં ફિકસ પોઇન્ટ ગોઠવવા સુધીની કામગીરીની કવાયત હાથ ધરાશે.આ માટે રાજયના ગૃહ વિભાગ દવારા તબક્કાવાર બેઠકોનુ આયોજન કરવામા આવી રહયુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
November 07, 2024 11:37 PMગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી
November 07, 2024 10:39 PMગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ
November 07, 2024 10:33 PMસોમનાથ ટ્રસ્ટની નકલી વેબસાઈટથી રહેજો સાવધાન, ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રાખજો આ ધ્યાન
November 07, 2024 10:30 PMસેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, કેન્દ્રએ 76000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું
November 07, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech