સમાજ વિશે અપશબ્દો બોલનાર શખસ સામે કડક કાર્યવાહી કરવા માંગ: લોહાણા સમાજ વિશે અભદ્ર ભાષા બોલી ઓડિયો વાયરલ કરવામા આવ્યો હતો
સલાયામાં લોહાણા સમાજ વિશે અપશબ્દો બોલતો ઓડિયો વાયરલ થતા લોહાણા સમાજમાં ભારે રોષ પ્રર્વતી રહ્યો છે.દરમિયાન આજે લોહાણા સમાજ દ્વારા રેલી યોજી પોલીસ સ્ટેશનમાં અરજી આપી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામા આવી હતી
સલાયા લોહાણા સમાજ વિશે હાલ બે ત્રણ દિવસથી એક ઓડિયો વાયરલ થયો હતો જેમાં આમ આદમી પાર્ટીના હિતેષભાઇ પંચમતિયા લોહાણા સમાજ સલાયા વિશે અપશબ્દો બોલે છે અને અભદ્ર ભાષામાં ગાળો બોલે છે. આ ઓડિયોથી સલાયાના તમામ રઘુવંશી સમાજની લાગણી દુભાઈ હોય અને એના સ્વમાનને ઠેસ પહોંચી હોય સલાયા લોહાણા મહાજનના આગેવાનો તેમજ સલાયાના રઘુવંશી સમાજના લોકો દ્વારા રેલી કાઢી અને સલાયા પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપી આ ઓડિયોમાં કથિત અપશબ્દો બોલનાર હિતેશ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાં અરજી કરાઈ હતી. આ તકે પોલીસ દ્વારા પણ યોગ્ય કાર્યવાહી કરવા ખાતરી અપાઈ હતી. આમ આવા ઓડિયો બાબતે સલાયા લોહાણા મહાજન અને રઘુવંશી સમાજ કાયદેસરની કાર્યવાહી કરવા જરૂરી જણાઈ તો ઉચ્ચકક્ષા સુધી અરજી કરશે અને લોહાણા સમાજ વિશે આવા અપશબ્દો બોલનાર ઉપર સખ્ત કાર્યવાહી કરવા માંગણી કરશે એવું જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૭ જુનના રોજ જામનગર જીલ્લાના પ્રવાસે
June 06, 2025 06:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech