ભલભલા એક્ટરને ઈર્ષા આવે એટલી નેટવર્થ ધરાવે છે રકુલ

  • January 10, 2024 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 જેકી ભગનાનીની મંગેતર 46 કરોડ રૂપિયાની માલિક, એક ફિલ્મ માં લે છે 5 કરોડ


રકુલ પ્રીત સિંહ જેકી ભગનાનીની સાથે લગ્ન કરવા જઈ રહી છે. આવો જાણીએ અભિનેત્રી રકુલ પ્રીત સિંહની નેટવર્થ કેટલી છે. રકુલ પ્રીત સિંહે બોલીવડમાં ફિલ્મ ‘યારિયાં’થી એક્ટિંગ કરિઅરની શરૂઆત કરી હતી. આગામી 22 ફેબ્રુઆરીએ તે ગોવામાં લગ્ન કરવાની છે,રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની લગ્નના બંધનમાં બંધાશે.

રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની ઘણા સમયથી એકબીજાના પ્રેમમાં છે.રકુલ પ્રીત સિંહે બોલીવડમાં ફિલ્મ ‘યારિયાં’થી એક્ટિંગ કરિઅરની શરૂઆત કરી હતી. ત્યારપછી આ અભિનેત્રીએ અનેક સુપરહિટ ફિલ્મો આપી છે. 

રકુલ પ્રીત સિંહ વૈભવી જીવન જીવે છે અને મુંબઈમાં એક આલીશાન ઘર છે. રકુલ પ્રીત સિંહ એક ફિલ્મ માટે 3થી 4 કરોડ રૂપિયા ફી લે છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ અભિનેત્રી 46 કરોડ રૂપિયાની માલિક છે. ઉપરાંત અનેક મોંઘી ગાડીઓનું કલેક્શન ધરાવે છે. રકુલ પ્રીત સિંહના દુલ્હા જેકી ભગનાની 35થી 40 કરોડ રૂપિયાની નેટવર્થ ધરાવે છે. રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની ઘણા વર્ષોથી એકબીજાને જેટ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ બોલીવુડ કપલ ફેબ્રુઆરીમાં લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. આ કપલે તેમના લગ્નની તારીખ તરીકે 22 ફેબ્રુઆરી પસંદ કરી છે. જોકે, કપલે હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરી નથી. 

રકુલ અને જેકીએ ડેસ્ટિનેશન વેડિંગનું આયોજન કર્યું છે, જે ગોવામાં યોજાશે. સ્ટાર કપલે નક્કી કર્યું છે લગ્નમાં નજીકના લોકોને જ આમંત્રણ આપવામાં આવશે. ફક્ત પરિવાર અને નજીકના મિત્રો જ ભાગ લેશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News