મણારની ગ્રામ દક્ષિણા મૂર્તિ લોકશાળા ખાતે રક્ષાબંધન પર્વની થઇ ઉજવણી

  • August 21, 2024 03:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 છાયાબેન પારેખે સંસ્થામાં આવતાની સાથે જ નાળિયેરીના વૃક્ષને રક્ષા બાંધીને તેના જતન અંગેની શીખ આપી. કાર્યક્રમની શરૂઆત સંગીત વૃંદે સરસ મજાના ગીતથી કરી, આ પ્રસંગે મણારથી પોપટભાઈ બાથાણી મણારના અગ્ર ગણ્ય નાગરિક અને હેત પેલેસ ના માલિક તેમજ  સંજયભાઈ જેઓ તળાજા તાલુકા ભાજપ ઉપાધ્યક્ષ છે તે તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
 મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું, સંસ્થાના આચાર્ય ડાહ્યાભાઈ ડાંગરે મહેમાનનો આવકાર પરિચય કરાવ્યો હતો. ધોરણ ૧૨ ના વિદ્યાર્થી ની બારૈયા પાયલ બહેને રક્ષાબંધન પર્વ અંગેનું પોતાનું સ્વાધ્યાય રજૂ કર્યું હતું.સંસ્થામાં નાના ભૂલકાઓ સગાભાઈ બહેન દ્વારા પ્રતિક રક્ષાબંધન કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન છાયાબેન પારેખે પોતાની આગવી શૈલીમાં રક્ષાબંધન પર્વની અને તેના મહત્વની રજૂઆત કરીને શ્રોતા ગણને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તે ઉપરાંત વિદ્યાર્થીને પોતાના અભ્યાસકાળ દરમિયાન વિકાસ માટે ધ્યાનમાં રાખવાની પાંચ બાબતોથી માહિતગાર કર્યા હતા.ત્યારબાદ શાળાની બહેનો દ્વારા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી રાખડી બાંધીને મોં મીઠું કરીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવો દ્વારા છાયાબેન પારેખ ને શાલ અને પુસ્તક આપીને સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્થાના ગૃહ માતા જયાબેન માલમ દ્વારા આભાર વિધિ કરવામાં આવી, સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉચ્ચતર માધ્યમિક વિભાગના મદદનીશ શિક્ષિકા કંચનબેન થડોદાએ કર્યું હતું આ કાર્યક્રમમાં સંસ્થાનો સમગ્ર સ્ટાફ તેમજ મોજીલા શિક્ષણના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application