રાજ્યસભા અને લોકસભા અનિશ્ચિત કાળ સુધી કરાઈ સ્થગિત

  • August 11, 2021 09:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિપક્ષના ભારે હોબાળા બાદ રાજ્ય સભાની કાર્યવાહી પણ અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે આજે સવારે લોકસભાને પણ અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

 

લોકસભાની કાર્યવાહી સ્થગિત 
લોકસભા આજે અનિશ્ચિત કાળ સુધી સ્થગિત કરવામાં આવી હતી. સત્રના સમાપન સમયે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું હતુંબ કે લોકસભામાં અપેક્ષા અનુસાર કાર્યવાહી ચોમાસું સત્ર દરમિયાન નથી થઈ શકી. માત્ર 22% સમય ઉત્પાદક રહ્યો હતો જ્યારે બાકીનો સમય તો હોબાળાના કારણે વેડફાઇ ગયો હતો.  

 

20 બિલ પસાર કરવામાં આવ્યા 
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું હતું કે 127 મો બંધારણીય સુધારો ગણતાં કુલ 20 બિલ પસાર કરવામાં આવ્યા હતા. 66 તારાંકિત પ્રશ્નોના જવબ આપવામાં આવ્યા હતા. અને સદનના નિયમ 377 આધારિત સદસ્યોએ 337 પ્રશ્નો ઉઠાવ્યા હતા. સ્પીકરની કસ્ટમરી મિટિંગમાં પ્રધાનમંત્રી મોદી, સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી, કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષા સોનિયા ગાંધી સહિત વિપક્ષના નેતાઓ પણ હાજર રહ્યા હતા. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021