વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75 માં જન્મદિવસ નિમિત્તે આયોજન
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો મંગળવારે 75 મો જન્મદિન હોય, તેમને શુભેચ્છાના ભાગરૂપે રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ગ્રુપના ડાયરેક્ટર પરિમલભાઈ નથવાણી દ્વારા ગુગળી જ્ઞાતિના મંત્રી કપિલભાઈ વાયડાના હસ્તે ભગવાન દ્વારકાધીશની ધ્વજાજીનું પૂજન કરાવી અને જગત મંદિરના શિખર ઉપર નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.
શારદાપીઠ પરિસરમાં ગઈકાલે સવારે સનાતન ધર્મ ના પવિત્ર ભગવા રંગની ધ્વજાજીનું પૂજન કપિલભાઈ વાયડા તથા દ્વારકાધીશ જગત મંદિરના યજમાન વૃત્તિ કરતા પંડાઓએ શાસ્ત્રો વૈદિક મંત્રોચાર સાથે વિષ્ણુ સહસ્ત્રના પાઠનું પઠન કરી ધ્વજાજીનું પૂજન ધાર્મિક વિધિ વિધાન મુજબ આચાર્ય વત્સલભાઈ પુરોહિતે કરાવ્યું હતું.
કપિલભાઈ વાયડાએ ધ્વજાજીને દ્વારકાધીશજીના ચરણોમાં અર્પણ કરી પૂજારીએ ધ્વજાજીને અબીલ ગુલાલ અને તુલસીજી અર્પણ કરી, દ્વારકાધીશ મંદિર પરિસરમાં મંદિરની ચારેય દિશામાં ભગવાન દ્વારકાધીશની ચાર પરિક્રમા કરાવવામાં આવી હતી.
આ વખતે દ્વારકાધીશજી મંદિર પરિસરમાં ઉપસ્થિત ભાવિકો ભક્તોએ પણ ધ્વજાજીને મસ્તક ઉપર લઈને ભાવપૂર્વક નરેન્દ્ર મોદીજીને શુભેચ્છા પાઠવી હતી. પરિમલભાઈ નથવાણી દ્વારકાધીશજીના પરમ ભક્ત છે અને તેઓ કેન્દ્ર સરકારમાં રાજ્ય સભાના સદસ્ય તરીકે અને ખાસ કરીને ગુજરાત રાજ્યના સાસણગીર અને દ્વારકાના વિકાસમાં ખાસ ભૂમિકા ભજવે છે. તેઓ મોદી સાથે દ્વારકાના વિકાસની યોજનાઓ કરતા હોય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech