રાજુલા પાસે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના આસિ. વાઈસ પ્રેસિડેન્ટનો ફાંસો ખાઈ આપઘાત

  • January 17, 2023 06:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલીના રાજુલા નજીક આવેલ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીમાં આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ વિનોદ ત્રિપાઠીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી હતી. અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીમાં તાજેતરમાં ડેપ્યુટેશન ઉપર આવેલ વિનોદ ત્રિપાઠી અલ્ટ્રાટેક કંપનીમાં આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવતા હતા. કંપનીના ગેસ્ટ હાઉસમાં રહેતા હતા અને અહીં ‚મની અંદર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં પીપાવાવ મરીન પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી છે. મોટા પ્રમાણમાં પરપ્રાંતિય લોકો અહીં વસવાટ કરી રહ્યા છે અને આ વચ્ચે આ આપઘાતની ઘટનાને લઈ શોકમય માહોલ પણ છવાયો છે. વિનોદ ત્રિપાઠી યુપીના ગોરખપુરના વતની છે. ૨ માસ પહેલાં સુરતના મગદલા અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના પ્લાન્ટમાં ફરજ બજાવતો. તાજેતરમાં અહીં ફરજ પર મુકાયા હતા. આપઘાતનું કારણ હજુ અકબંધ છે. પોલીસે પારિવારિક કે આવું કોઈ કારણ હોવાની આશંકા સેવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application