રાજકોટ માર્કેટ યાર્ડમાં આવતીકાલે રામનવમી અને રવિવારની રજા પૂર્વે આજે ઘઉંમાં ચાલુ સીઝનની સર્વાધિક આવક ૨.૫૦ લાખ મણ (૫૦ લાખ કિલો)ની આવક નોંધાઇ છે. રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોમાંથી ઘઉં લઇને આવેલા ખેડૂતોના ૧૬૦૦ વાહનોને એન્ટ્રી અપાઇ હતી, જ્યારે ૩૦૦ વાહનો હજુ વેઇટિંગમાં હોવાનું જાણવા મળે છે.
વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના વેપારી વર્તુળોએ જણાવ્યું હતું કે, ઘઉંની ઉપરથી ડિમાન્ડ હોવાને કારણે આવક વધવા છતાં ભાવ જળવાય રહ્યા છે. ઘઉં લોકવનમાં પ્રતિ ૨૦ કિલોનો ભાવ ગુણવત્તા અનુસાર રૂ.૪૭૦થી ૫૩૫ અને ઘઉં ટુકડામાં પ્રતિ ૨૦ કિલોનો ભાવ ગુણવત્તા અનુસાર રૂ.૪૭૩થી ૬૧૫ સુધી રહ્યો છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં ઘઉંના ભાવ સારા ઉપજતા હોય રાજકોટ જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાના ખેડૂતો પણ રાજકોટ માર્કેટ યાર્ડમાં ઘઉં વેંચવા માટે આવવા લાગ્યા છે.
દરમિયાન રાજકોટ માર્કેટ યાર્ડના સેક્રેટરી બી.આર. તેજાણીએ જણાવ્યું હતું કે યાર્ડના પ્લેટફોર્મ્સ અને ગ્રાઉન્ડ ઘઉંથી છલકાઇ ઉઠ્યા હોય અને ઘઉં રાખવાની જગ્યા રહી ન હોય હવે ઉપલબ્ધ જથ્થાનો નિકાલ ન થાય અને નવી જાહેરાત ન કરાય ત્યાં સુધી ઘઉંની આવક બંધ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech