રાજકોટમાં સવારે 9 કલાકથી શરુ થયેલી મતગણતરીમાં વોર્ડ નંબર 7માં ભાજપની પેનલ જંગી બહુમતીથી ચૂંટાઈ છે. સવારે 10.15 કલાક સુધીમાં વોર્ડ નં.9ની મત ગણતરી પૂર્ણતાના આરે હતી. ત્યારથી જ વિરાણી હાઈસ્કૂલ બહાર ભાજપના સમર્થકો ઉમટી પડ્યા હતા અને વિજય સરઘસની તૈયારીઓ શરુ થઈ ચુકી હતી.
નેહલ શુકલનો જંગી બહુમતીથી વિજય થતા કશ્યપ શુકલની આંખોમાં હર્ષાશ્રુ છલકી પડ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવાર દેવાંગ માંકડ પણ રડી પડયા હતા. તેમણે તેમના માતુશ્રીના ટેલિફોનિક આશીર્વાદ પણ લીધા હતા.
વૉર્ડ નં.7માં જંગી બહુમતી મેળવ્યા બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કશ્યપ શુક્લને ટેલિફોનિક શુભેચ્છા આપી અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે જ શહેરના વોર્ડ નંબર 10ની મત ગણતરી પણ 10.30 કલાક સુધીમાં પૂર્ણ થઈ હતી અને અહીં પણ ભાજપની પેનલ જંગી બહુમતીથી વિજેતા બની હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationસુરેન્દ્રનગર: લીંબડીમાં એક રાતમાં ૧૫ દુકાનોના તાળાં તૂટયા, લાખોના મુદ્દામાલની ચોરી
March 04, 2021 12:10 PMજૂનાગઢ જેલ ગુનેગારો માટે જેલ છે કે મહેલ !: વધુ ૮ મોબાઈલ ફોન મળ્યા
March 04, 2021 12:05 PMએક તરફ વિકાસની વાતો અને બીજી તરફ ગુજરાતની માથે કરોડો રૂપિયાનું દેવું
March 04, 2021 12:02 PMતમે પણ તમારા ખોરાકમાં બનાવટી જીરુંનો ઉપયોગ તો નથી કરતાને, આ રીતે કરો તેની ઓળખ
March 04, 2021 12:02 PMરાજકોટ માર્કેટ યાર્ડમાં રાઇના પહાડ!
March 04, 2021 12:02 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech